મંત્રીમંડળ

મંત્રીમંડળે પ્રગતિ મેદાન ખાતે ખાનગી ક્ષેત્ર સહિત ત્રીજા પક્ષ દ્વારા હોટલનું નિર્માણ કરવા અને તેને ચલાવવા માટે ૩.70 એકરની જમીનના મુદ્રીકરણને મંજૂરી આપી છે, એલ એન્ડ ડીઓ દ્વારા ખર્ચ માફી આપવામાં આવશે અને જમીન ખર્ચ માફી રેલવે મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવશે

Posted On: 13 JUN 2018 6:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે પ્રગતિ મેદાન ખાતે ભારત વેપાર સંવર્ધન સંગઠન (આઈટીપીઓ) દ્વારા 3.7 એકર જમીનના મુદ્રીકરણને મંજુરી આપી દીધી છે. આ કાર્ય પારદર્શક સ્પર્ધાત્મક હરાજી પ્રક્રિયાના માધ્યમથી ખાનગી ક્ષેત્ર સહિત ત્રીજા પક્ષ દ્વારા હોટલના નિર્માણ અને સંચાલન માટે 99 વર્ષોના ભાડા પટ્ટાના આધાર પર હશે.

આ પગલું પ્રગતિ મેદાનની વિકાસ પરિયોજના પ્રથમ તબક્કાનો ભાગ છે, અર્થાત એકીકૃત પ્રદર્શન સહ કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી)નો જ એક ભાગ છે. તેની મંજૂરી 2254 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચ સાથે જાન્યુઆરી 2017માં મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિ દ્વારા આપવામાં આવી હતી. આઈઈસીસી પરિયોજનાઓ અંતર્ગત સાત હજાર લોકોને બેસવાની વ્યવસ્થા, 1,00,000 વર્ગ મીટરનું પ્રદર્શન ક્ષેત્ર અને 4800 વાહનોની બેઝમેન્ટ પાર્કિંગ સુવિધાની સાથે વિશ્વ સ્તરીય અત્યાધુનિક પ્રદર્શન સહ કન્વેન્શન સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ છે. પ્રગતિ મેદાનની આસપાસના ક્ષેત્રોમાં વાહનવ્યવહારની ભીડભાડ દૂર કરવા માટેના પગલાઓથી આ વિસ્તારના ટ્રાફિકમાં ઘટાડો થશે.

જમીનના મુદ્રીકરણના માધ્યમથી ઉભા કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ આઈઈસીસી પરિયોજનાઓની આર્થિક જરૂરિયાતોના એક સાધન તરીકે કરવામાં આવશે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વેપાર પ્રોત્સાહન માટે શિખર સ્તરીય બેઠકો અને પ્રદર્શન/કાર્યક્રમોનું આયોજન કરવા માટે જરૂરી છે.

આઈઈસીસી પરિયોજના અને વાહનવ્યવહારની ભીડભાડ દૂર કરવા માટેનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આઈટીપીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર પરિયોજના સપ્ટેમ્બર 2019 સુધીમાં પૂરી થઇ જાય તેવી આશા છે. આઈઈસીસી પરિયોજના દ્વારા ભારતીય વ્યાપાર અને ઉદ્યોગોને ફાયદો થશે અને ભારતનો વિદેશ સાથેનો વેપાર વધારવામાં મદદ મળશે.

 

NP/RP



(Release ID: 1535403) Visitor Counter : 140