મંત્રીમંડળ

મંત્રીમંડળે પૂર્વોત્તર ક્ષેત્રોમાં સીટીડીપી દૂરસંચાર સેવાઓ પૂરી પાડવા માટે મેઘાલયમાં યુએસઓએફ યોજનાને મંજૂરી આપી

Posted On: 23 MAY 2018 3:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પૂર્વોત્તરનાં રાજ્યો (એનઇઆર) માટે મેઘાલયમાં અંદાજે રૂ. 3911ના ખર્ચે વિસ્તૃત દૂરસંચાર વિકાસ યોજના (સીટીડીપી)ના અમલીકરણને મંજૂરી આપી છે, જેના માટે સાર્વત્રિક સેવા જવાબદારી ભંડોળ (USOF) માંથી નાણા મળશે. પૂર્વોત્તરનાં રાજ્યો માટેના સીટીડીપી પ્રોજેકટના વધારાના ખર્ચને માટે રૂ. 8120.80 કરોડની મંજૂરી આપવામાં આવી છે. (રૂ. 5336.18ના ખર્ચના ખર્ચ માટે મંત્રીમંડળે તા. 10.09.2014ના રોજ મંજૂરી આપવામાં આવી હતી).

મુખ્ય વિશેષતાઓ :

આ યોજનામાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:

  • મેઘાલય રાજ્યમાં સુનિશ્ચિત કરાયેલા વિસ્તારોને આવરી લઈને 2જી+4જી મોબાઈલ કવરેજ, અને
  • મેઘાલયમાં નેશનલ હાઈવે સહિતના વિસ્તારોમાં અવિરત 2જી+4જી મોબાઈલ કવરેજની વ્યવસ્થા.

લાભ:

  1. દૂરસંચાર નેટવર્કને સુદ્રઢ કરવાને પરિણામે મેઘાલયમાં મોબાઈલ કનેક્ટિવિટીના વ્યાપમાં વધારો થશે અને તેથી લોકોને પરવડે તેવી એકસમાન સંચાર, માહિતી અને પ્રશાસન પ્રણાલી પ્રાપ્ત થશે.
  2. મેઘાલયના લોકોને જ્યાં અત્યાર સુધી સાર્વજનિક મોબાઈલ નેટવર્ક પહોંચ્યુ ન હતુ ત્યાં તે ઉપલબ્ધ થવાથી નાગરિકોના આર્થિક-સામાજિક વિકાસ માટે સંચાર અને પ્રોદ્યોગિકી સેવાનો લાભ મળશે.
  3. નહી આવરી લેવાયેલા વિસ્તારોને બ્રોડબેન્ડ અને ઈન્ટરનેટ મારફતે નવતર કૌશલ્ય પ્રાપ્ત થતાં તેમનું સશક્તિકરણ થશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1533198) Visitor Counter : 158