મંત્રીમંડળ
ઔષધીય છોડના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઈક્વાટોરિયલ ગિની વચ્ચે સમજૂતી કરારને મંત્રિમંડળે આપી મંજૂરી
प्रविष्टि तिथि:
16 MAY 2018 3:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ઔષધીય છોડના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઈક્વાટોરિયલ ગિનીની વચ્ચે સમજૂતી કરારને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.
આ સમજૂતીથી બંને દેશો વચ્ચે ઔષધીય છોડના ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. જે અંતર્ગત સંશોધન કાર્યો, પ્રશિક્ષણ પાઠ્યક્રમો, સંમેલનો અને બેઠકોના આયોજન માટે જરૂરી નાણાંકીય સંસાધન આયુષ મંત્રાલય અંતર્ગત રચાયેલ રાષ્ટ્રીય ઔષધીય છોડ બોર્ડ માટે ફાળવાયેલ બજેટ તથા યોજનાઓમાં પ્રાપ્ત કરાવાશે.
પૃષ્ઠભૂમિ :
જૈવ વવિધતાની બાબતમાં ભારત દુનિયામાં સમૃદ્ધ દેશોમાનો એક છે. દેશમાં 15 કૃષિ આબોહવાવાળા ક્ષેત્રો છે. ફૂલોવાળા છોડની 17 થી 18 હજાર પ્રજાતિઓ છે. 7 હજારથી વધુ ઔષધીય છોડ છે, જેને આયુર્વેદ, યૂનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી પારંપરિક ચિકિત્સા પ્રણાલીમાં સૂચિબદ્ધ કરાયા છે. દેશના લગભગ 1,178 ઔષધીય છોડોની પ્રજાતિઓનો વ્યવસાય થાય છે. જેમાંથી 242 પ્રજાતિઓની વાર્ષિક ઘરેલૂ વપરાશ 100 મેટ્રિક ટનથી પણ વધુ છે. ઔષધીય છોડ પારંપરિક ચિકિત્સા પદ્ધતિ અને ઔષધીય ઉદ્યોગનો એક પ્રમુખ આધાર સ્ત્રોત હોવાની સાથે જ ભારતની વસતિનો એક મોટા ભાગને આજીવિકા અને સ્વાસ્થ્ય સુરક્ષા પણ પૂરી પાડે છે. વિશ્વ સ્તર પર પારંપરિક અને વૈકલ્પિક સ્વાસ્થ્ય સેવાઓમાં ઘણી વૃદ્ધિ થઈ છે જેથી ઔષધીય છોડનો વેપાર 120 અરબ અમેરિકી ડૉલર સુધી પહોંચી ગયો છે. આની 2050 સુધી સાત ખરબ અમેરિકી ડૉલર સુધી પહોંચવાની સંભાવના છે. મોટી સંખ્યામાં ઘણાં એવા છોડ છે જે ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રમાં જોવા મળે છે. એવા છોડ ભારત અને ગિની બંને જગ્યામાં લગભગ એક સમાન ભૌગોલિક અને જળવાયુ સ્થિતિમાં હોવાના લીધે મોટી સંખ્યામાં છે.
NP/J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1532524)
आगंतुक पटल : 111