મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

આવતીકાલે બેટી બટાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના અંતર્ગત આવરી લેવાયેલા 244 નવા જિલ્લાઓના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન

Posted On: 03 MAY 2018 12:12PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 03-05-2018

 

મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય આવતી કાલે નવી દિલ્હીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના અંતર્ગત 244 નવા જિલ્લાના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે. આ એક દિવસીય સંમેલનમાં 244 જિલ્લાના નોડલ અધિકારી, રાજ્ય નોડલ અધિકારી તથા વરિષ્ઠ અધિકારી સામેલ થશે. કેન્દ્રિય મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધી આ સંમેલનના મુખ્ય અતિથિ હશે, જ્યારે કેન્દ્રિય મહિલા તેમજ બાળ વિકાસ રાજ્યમંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર વિશિષ્ટ અતિથિ હશે.

મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી રાકેશ શ્રીવાસ્તવ બીબીબીપી યોજનાના સંબંધમાં અત્યાર સુધીના અનુભવો જણાવશે. જન્મ સમયે જાતિ ગુણોત્તર સુધારવા માટે તથા કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવાના સંદર્ભમાં મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય તથા માનવ સંસાધન વિકાસ મંત્રાલય પોતાના અનુભવો જણાવશે. એક પરિચર્ચા સત્ર દરમિયાન કેટલાક પસંદ કરાયેલા બીબીબીપી જિલ્લાના જિલ્લા અધિકારી ગત ત્રણ વર્ષ દરમિયાન શરૂ કરાયેલી નવી પહેલોના અનુભવો જણાવશે. સહયોગી સિવિલ સોસાયટીના સભ્યો પણ આ સંમેલનમાં ભાગ લેશે.

આ સંમલેન અધિકારીઓને પોતાના અનુભવો જણાવવાની તક આપશે અને નવા જિલ્લામાં કાર્યક્રમોની યોજના બનાવવા તથા તેના સફળ અમલીકરણ માટે પ્રેરણા આપશે. આ સંમેલનમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મહિલા તેમજ બાળ વિકાસ /સમાજિક કલ્યાણ, શિક્ષણ તથા સ્વાસ્થ્ય વિભાગોના મુખ્ય સચિવો તથા 244 જિલ્લાના નાયબ કમિશનર / જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ભાગ લેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 8 માર્ચ, 2018ના રોજ ઝુંઝુનૂ, રાજ્સ્થાનમાં જાહેરાત કરતા કહ્યું હતું કે બીબીબીપી યોજનાનો વિસ્તાર સંપૂર્ણ ભારતના 640 જિલ્લાઓ (2011ની વસતિ ગણતરી અનુસાર)માં કરાશે. વર્તમાનમાં આ યોજના 161 જિલ્લામાં લાગૂ છે અને એમાં 244 નવા જિલ્લાઓ જોડાયા છે. બાકીના 235 જિલ્લાઓ મીડિયા તથા જાગરૂકતા અભિયાન દ્વારા જોડવામાં આવશે.

 

NP/J.Khunt/GP                                



(Release ID: 1531206) Visitor Counter : 241