મંત્રીમંડળ

મંત્રીમંડળે એમએમટીસી લિમીટેડના માધ્યમથી જાપાન અને દક્ષિણ કોરિયાને કાચા લોખંડનો જથ્થો પૂરો પાડવા માટે લાંબા સમયની સમજૂતીઓને મંજૂરી આપી

Posted On: 25 APR 2018 1:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે એમએમટીસી લિમીટેડના માધ્યમથી જાપાનની સ્ટીલ મિલ (જેએસએમસ) અને પોસ્કો, દક્ષિણ કોરિયાને વધુ પાંચ વર્ષ માટે 64 ટકાથી વધુ એફઈ ગ્રેડનાં કાચા લોખંડ (ટુકડાઓ અને ભુક્કો)નો જથ્થો પૂરો પાડવા માટેના લાંબા સમયના કરારના નવીનીકરણની મંજૂરી આપી દીધી છે.

વિગતો:

  1. વર્તમાન એલટીએ 31.3.2018 સુધી માન્યતા ધરાવે છે. જાપાનની સ્ટીલ મિલ અને પોસ્કો, દક્ષિણ કોરિયા સાથે ફરીથી નવીનીકૃત કરવામાં આવેલ એલટીએના કરાર 1.4.2018 થી લઈને 31.3.2023 સુધી પાંચ વર્ષના સમયગાળા માટે રહેશે.
  2. એલટીએ અંતર્ગત દર વર્ષે નિકાસ કરવામાં આવનાર કાચા લોખંડનાં જથ્થાની માત્રા લઘુત્તમ દર વર્ષે 3.80 મિલિયન ટનથી લઈને મહત્તમ દર વર્ષે 5.50 મિલિયન ટન રહેશે જે બંને એનએમડીસી અને નોન એનએમડીસી ઉત્પાદિત કાચા લોખંડ બૈલાડીલા લમ્પસ માટેનો નિકાસ દર વર્ષે 1.81 મિલિયન એમટી અને બૈલાડીલા ફાઈન્સ દર વર્ષે 2.71 મિલિયન એમટી રહેશે.
  3. આ એલટીએ અંતર્ગત એમએમટીસી લિમીટેડના માધ્યમથી જેએસએમ અને પોસ્કો, દક્ષિણ કોરિયાને પહોંચાડવા માટેના પ્રસ્તાવિત જથ્થાની માત્રા 64 ટકાથી વધુ એફઈ કન્ટેન્ટ ગ્રેડની રહેશે. વિસ્તૃત માહિતી નીચે મુજબ છે:-

જાપાનની સ્ટીલ મિલ

3.00 - 4.30 મિલિયન ટન પ્રતિ વર્ષ

પોસ્કો, દક્ષિણ કોરિયા

    1. - 1 .20 મિલિયન ટન પ્રતિ વર્ષ

 

  1. એમએમટીસીના માધ્યમથી એફઓબી કિંમતના 2.8 ટકાના વેપારી માર્જિન સાથેની નિકાસ અને સિંગલ એજન્સી ઓપરેશન માટેની વર્તમાન નીતિ યથાવત ચાલુ રહેશે.

ફાયદાઓ

એલટીએ અંતર્ગત કાચા લોખંડની નિકાસ એ લાંબા સમયના ભાગીદાર રાષ્ટ્રો જાપાન અને દક્ષિણ કોરિયા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવામાં મદદ કરશે અને નિકાસ બજારને સુરક્ષિત બનાવી દેશમાં વિદેશી હુંડીયામણના પ્રવાહને વધારશે.

આ સમજૂતી ભારતને તેના કાચા લોખંડ માટે આંતરરાષ્ટ્રીય બજારને સુરક્ષિત બનાવશે અને સંતુલિત અર્થવ્યવસ્થા પ્રણાલીની ખાતરી આપશે કે, જે ખાણ ઉદ્યોગ, પરિવહન અને સંબંધિત ક્ષેત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી પૂરી પાડશે.

પૂર્વભૂમિકા

જાપાનને કાચા લોખંડની નિકાસ કરવાનો ભારતનો ઈતિહાસ એ લગભગ છ દસકા જુનો છે અને જાપાન સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધોનો સુસંગત હિસ્સો છે. એમએમટીસી એ જેએસએમને 1963થી અને દક્ષિણ કોરિયાને 1973થી કાચા લોખંડનો જથ્થો પૂરો પાડી રહી છે. જાપાનની સ્ટીલ મિલ્સ (જેએસએમ) અને પોસ્કો, દક્ષિણ કોરિયા સાથેનો ત્રણ વર્ષ માટેનાં કાચા લોખંડનો જથ્થો પૂરો પાડવા માટેનો વર્તમાન એલટીએ કરાર 31 માર્ચ 2018ના રોજ પૂરો થઇ જાય છે. મંત્રીમંડળે તેમની 24.06.2015ના રોજ મળેલી બેઠકમાં એમએમટીસી લિમીટેડને જાપાનની સ્ટીલ મિલ્સ (જેએસએમ) અને પોસ્કો, દક્ષિણ કોરિયાને ત્રણ વર્ષ (2015થી 2018) સુધી કાચા લોખંડનો જથ્થો પૂરો પાડવા માટે લાંબા સમયના કરાર (એલટીએ)માં જોડાવાની મંજુરી આપી હતી.

 

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1530222) Visitor Counter : 171