મંત્રીમંડળ

મંત્રીમંડળે કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થાનાં સંશોધનને મંજૂરી આપી દીધી

Posted On: 11 APR 2018 2:03PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11-04-2018

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રિય મંત્રીમંડળે કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. તેનાથી ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થા ભારત સરકારનાં સચિવને સમકક્ષ થઈ જશે.

વિગત:

મંત્રીમંડળે કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થાં 1 જાન્યુઆરી, 2016થી મોંઘવારી ભથ્થું, દર મહિને રૂ. 4000નાં દરથી સત્કાર ભથ્થું અને સ્થાનિક ભથ્થાને જોડીને દર મહિને પ્રાપ્ત થનાર રૂ. 80,000 થી વધારીને નું મોંઘવારી ભથ્થું, દર મહિને સત્કાર ભથ્થું રૂ. 4,000 અને ભારત સરકારનાં સચિવ રેન્કનાં અધિકારીઓને મળનાર સ્થાનિક ભથ્થાની સાથે દર મહિને રૂ. 2,25,000 કરવાનાં પ્રસ્તાવની મંજૂરી આપી દીધી છે. તે એવી શરતને આધીન રહેશે કે કુલ ભથ્થા (સરકારી ભથ્થું અને સ્થાનિક ભથ્થાં સિવાય) રાજ્યના રાજ્યપાલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતા કુલ વળતર કરતાં વધી જશે નહીં.

પૃષ્ઠભૂમિ:

કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થા ભારત સરકારનાં સચિવ રેન્કનાં અધિકારીઓને સમકક્ષ થાય છે. છેલ્લી વખત 1 જાન્યુઆરી, 2006નાં રોજ કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલોનાં પગાર અને ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો હતો. સુધારા સાથે ઉપરાજ્યપાલોનો પગાર અને ભથ્થું દર મહિને રૂ. 26,000 (નિર્ધારિત)થી વધારીને મોંઘવારી ભથ્થું, દર મહિને સત્કાર ભથ્થું રૂ. 4,000 અને સ્થાનિક ભથ્થાને મેળવીને દર મહિને રૂ. 80,000 કરવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા સચિવ રેન્કનાં અધિકારીઓનો પગાર 1-1-2016થી સીસીએસ (સંશોધિત) પગાર નિયમ, 2016 અનુસાર દર મહિને રૂ. 80,000થી વધારીને દર મહિને રૂ. 2,25,000 કરવામાં આવ્યો છે.  https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif

 

J.Khunt/GP                                                                                                                                



(Release ID: 1528638) Visitor Counter : 126