મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ઈરાન વચ્ચે બમણા કરવેરાને ટાળવા અને નાણાકીય કરચોરી અટકાવવા થયેલી સમજૂતીને મંજૂરી આપી

Posted On: 14 MAR 2018 7:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ઈરાન વચ્ચે ડબલ કરવેરાઅનેઆવક વેરાની કરચોરી ટાળવા માટે થયેલી સમજૂતીને મંજૂરી આપી હતી.

આ સમજૂતીથી રોકાણ, ટેકનોલોજી અને ભારતમાંથી ઈરાન અને ઈરાનમાંથી ભારતમાં કર્મચારીઓનાં પ્રવાહમાં તેજી આવશે. આ સમજૂતી નવીનતમ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર સમજૂતી કરનાર બંને પક્ષો વચ્ચે માહિતીનાં આદાન-પ્રદાનની જોગવાઈ કરશે તથા બમણા કરવેરાને અટકાવશે. આ પ્રકારની સમજૂતી કરવેરાની બાબતોમાં પારદર્શકતા લાવશે તથા કરચોરી અને કરવેરાને ટાળવા પર નિયંત્રણ લાવવામાં મદદગાર સાબિત થશે.

આ સમજૂતી ભારતે અન્ય દેશો સાથે કરેલી સમજૂતીઓ મુજબ છે. પ્રસ્તાવિત સમજૂતી જી-20 OECD બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ (BEPS– આધારભૂત ધસારો અને નફાને અન્ય દેશમાં લઈ જવા) યોજના અંતર્ગત થયેલી સમજૂતી સાથે સબંધિત લઘુતમ માપદંડોને પૂરાં કરે છે. આ યોજનામાં સમાન રીતે સહભાગી થવા માટે ભારત સામેલ થયું છે.

જ્યાં સુધી ભારતનો સંબંધ છે, ત્યાં સુધી કેન્દ્ર સરકારનાં આવકવેરાનાં કાયદા, 1961ની કલમ 90 અંતર્ગત કોઈ પણ દેશ કે ચોક્કસપ્રદેશ સાથે સમજૂતી કરી શકે છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર આવક પર બમણા કરવેરાથી બચવા, કરચોરી સંબંધિત સૂચનાનાં આદાન-પ્રદાન કે આવકવેરા કાયદા, 1961 અંતર્ગત કરયોગ્ય આવકનાં સંબંધમાં સમજૂતી કરી શકે છે.



(Release ID: 1524501) Visitor Counter : 146