પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં વારાણસી અને પટના વચ્ચેની ટ્રેનને લીલી ઝંડી આપી, વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું અને જાહેર સભાને સંબોધન કર્યું

Posted On: 12 MAR 2018 7:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (12-03-2018) મડુઆડીહ રેલવે સ્ટેશને વારાણસી અને પટના વચ્ચેની ટ્રેનને લીલી ઝંડી આપી. તેમણે વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું અને ડીએલડબલ્યૂ મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરી હતી.

તેમણે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમૈન્યૂઅલ મેક્રોનનાં ઉષ્માભર્યા સ્વાગત બદલ કાશીનાં લોકોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર ડીએલડબ્લ્યુના સતત વિકાસ અને ઉત્થાન માટે પ્રતિબદ્ધ છે, જે વારાણસીનાં ઔદ્યોગિક વિકાસનું પ્રતીક છે.

તેમણે આવાસ ક્ષેત્રમાં રાજ્ય સરકારનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી અને રાજ્ય સરકારને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો આવાસીય સુવિધા મેળવી શકે.

તેમણે વિભિન્ન પ્રકારનાં "વેસ્ટ ટુ વેલ્થ" પહેલ પરના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે વારાણસીમાં પ્રવાસન માટે પુષ્કળ સંભાવનાઓ રહેલી છે અને શહેરને સ્વચ્છ રાખવા માટે તમામ પ્રયત્નો કરવા જોઇએ.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જાહેર કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજના આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહી છે. તે ગરીબોને ઉચ્ચ ગુણવત્તાવાળી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારની યોજનાઓનાં અસરકારક અમલીકરણ માટે પ્રશંસા કરી હતી.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1524016) Visitor Counter : 173