પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં ઝુંઝુનૂંમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનનો શુભારંભ કરાવ્યો અને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને વિસ્તારિત કર્યું નવી
Posted On:
08 MAR 2018 4:06PM by PIB Ahmedabad
નવી દિલ્હી 08-03-2018
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં ઝુંઝુનૂંમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો અને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને વિસ્તારિત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજી હતી. તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમની લાભાર્થી માતાઓ અને કન્યાઓ સાથે વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓને પ્રમાણપત્રો આપ્યાં હતાં.
આ પ્રસંગે રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આવશ્યક યોજના શરુ કરવા અને અન્ય યોજનાનો વ્યાપ વધારવા રાજસ્થાનની પસંદગી કરી એનાથી તેઓ ખુશ થયા છે. રાજસ્થાન પ્રધાનમંત્રીનાં મહિલા સશક્તિકરણનાં વિઝનને સાકાર કરવાનાં પ્રયાસોને હંમેશા સહાય કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે મોટી સખ્યામાં એકત્ર થયેલી જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ટેકનોલોજીની તાકાત સાથે સંપૂર્ણ દેશ ઝુંઝુનૂં સાથે જોડાઈ ગયો છે. તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનને આગળ વધારવા માટે ઝુંઝુનૂં જિલ્લાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાતિને આધારે ભેદભાવનો સવાલ જ પેદા થતો નથી.
પ્રધાનમંત્રીએ છોકરાઓની જેમ છોકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
છોકરી બોજરૂપ નથી એ વાત પર ભાર મૂકીને તેમણે કહ્યું હતું કે, છોકરીઓ આપણાં દેશને ગર્વ અપાવી રહી છે અને કેટલાંક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરિ રહી છે.
પ્રધાનમંત્રીએ બાળકોને યોગ્ય પોષણ પ્રદાન કરવાનાં મહત્ત્વ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મિશન ઇન્દ્રધનુષથી મહિલાઓ અને બાળકોનાં જીવનમાં અતિ સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
NP/J.Khunt/GP
(Release ID: 1523337)
Visitor Counter : 260