પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દેશનાં વિવિધ ભાગોમાં થયેલી હિંસક ઘટનાઓને આકરાં શબ્દોમાં વખોડી કાઢી

ગૃહમંત્રી સાથે ચર્ચા કરી જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે

Posted On: 07 MAR 2018 10:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશનાં અમુક વિસ્તારોમાં થયેલી હિંસાની ઘટનાઓને આકરાં શબ્દોમાં વખોડી કાઢી છે અને જણાવ્યું છે કે, ઘટનાઓનાં દોષિતો સામે કડક કામગીરી કરવામાં આવશે. દેશનાં અમુક રાજ્યોમાં મૂર્તિઓ તોડી પાડવાની ઘટનાઓ બની છે. વિશે પ્રધાનમંત્રીએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી હતી અને પ્રકારની ઘટનાઓ પર ચિંતા તથા નારાજગી વ્યક્ત કરી હતી. ગૃહ મંત્રાલયે હિંસક ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી છે કે, રાજ્ય સરકારોએ પ્રકારની ઘટનાઓ અટકાવવા જરૂરી તમામ પગલાં લે. પ્રકારનાં કૃત્યોમાં સંકળાયેલા તત્વો સામે કડક કામગીરી કરવા અને કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ તેમની અટકાયત કરવામાં આવે.

 

RP

 (Release ID: 1522882) Visitor Counter : 126