શ્રમ અને રોજગાર મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (પીએમ-એસવાયએમ) યોજના 15 ફેબ્રુઆરીથી લાગુ થશે

Posted On: 14 FEB 2019 4:23PM by PIB Ahmedabad

શ્રમ અને રોજગાર મંત્રાલય આવતીકાલે 15-02-2019નાં રોજ પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (પીએમ-એસવાયએમ) યોજના શરૂ કરશે. વચગાળાનાં બજેટમાં જાહેર થયેલી આ યોજનાની તાજેતરમાં અધિસૂચિત કરવામાં આવી છે. દેશનાં અસંગઠિત ક્ષેત્રમાં 42 કરોડ શ્રમિક કામ કરે છે.

આ યોજનાનાં પાત્ર 18થી 40 વર્ષની વયજૂથનાં ઘરથી કામ કરતાં શ્રમિક, સ્ટ્રીટ વેન્ડર, મધ્યાહ્ન ભોજન શ્રમિક, માથા પર ભાર ઊંચકતા કામદારો, ઈંટ-ભઠ્ઠાનાં મજૂરો, મોચી, કચરો ઉઠાવતા, ઘરગથ્થું કામદાર, ધોબી, રિક્ષા ચાલક, જમીનવિહાણા મજબૂત, ખેતમજૂર, નિર્માણ ક્ષેત્રનાં મજૂરો, બીડી બનાવતાં મજૂર, હાથવણાટનાં મજૂર, ચર્મમજૂર, ઓડિયો-વીડિયો શ્રમિક અને આ પ્રકારનાં અન્ય વ્યવસાયનાં શ્રમિક હશે, જેમની માસિક આવક દર મહિને રૂ. 15,000 છે અથવા એનાથી ઓછી છે. આ યોજનાને લાયક વ્યક્તિ નવી પેન્શન યોજના (એનપીએસ), કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) યોજના કે કર્મચારી ભવિષ્ય ભંડોળ સંગઠન (ઇપીએફઓ)નાં લાભ અંતર્ગત કોઈ પણ રીતે સામેલ ન હોય અને એ આવકવેરા દાતા ન હોવા જોઈએ.

પીએમ-એસવાયએમની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

  • લઘુતમ નિશ્ચિત પેન્શનઃ પીએમ-એસવાયએમ અંતર્ગત દરેક પેન્શનધારકને 60 વર્ષની વય પૂરી થયા પછી દર મહિને લઘુતમ રૂ. 3,000નું સુનિશ્ચિત પેન્શન મળશે.
  • પરિવાર પેન્શનઃ જો પેન્શન પ્રાપ્તિ દરમિયાન પેન્શનધારકનું મૃત્યુ થાય છે, તો પરિવાર પેન્શન સ્વરૂપે લાભાર્થીઓને મળનાર પેન્શનનો 50 ટકા હિસ્સો જીવનસાથીને મળશે. પરિવાર પેન્શન ફક્ત જીવનસાથીનાં કેસમાં જ લાગુ પડે છે.
  • 3. જો લાભાર્થીને નિયમિત હિસ્સો દેવામાં આવે છે અને કોઈ કારણસર એમનું મૃત્યુ (60 વર્ષની ઉંમર અગાઉ) થઈ જાય, તો લાભાર્થીનાં જીવનસાથી યોજનામાં સામેલ થઈને નિયમિત હિસ્સો આપીને યોજનાને ચાલુ રાખી શકે છે અથવા યોજનામાંથી બહાર નીકળવાનાં અને લાભાર્થી તરીકે ચાલુ ન રહેવાની જોગવાઈ અનુસાર યોજનામાંથી બહાર નીકળી શકે છે.
  • ધારક દ્વારા પ્રદાનઃ ધારકનું પ્રદાન એનાં બેંકનાં બચત ખાતા/જન ધન ખાતામાંથી ઓટો ડેબિટસુવિધાનાં માધ્યમથી કરવામાં આવશે. પીએમ-એસવાયએમ યોજનામાં સામેલ થવાની ઉંમરથી 60 વર્ષ સુધી ધારકને નિશ્ચિત રકમ અદા કરવી પડશે.

નીચે ટેબલમાં પ્રવેશ આયુ વિશેષ માસિક હિસ્સાની વિગત આપી છેઃ

પ્રવેશ આયુ

યોજના પૂર્ણ થવાનાં સમયે ઉમર

સભ્યનો માસિક હિસ્સો (રૂપિયામાં)

કેન્દ્ર સરકારનું માસિક પ્રદાન (રૂપિયામાં)

કુલ માસિક હિસ્સો (રૂપિયામાં)

(1)

(2)

(3)

(4)

(5)= (3)+(4)

18

60

55

55

110

19

60

58

58

116

20

60

61

61

122

21

60

64

64

128

22

60

68

68

136

23

60

72

72

144

24

60

76

76

152

25

60

80

80

160

26

60

85

85

170

27

60

90

90

180

28

60

95

95

190

29

60

100

100

200

30

60

105

105

210

31

60

110

110

220

32

60

120

120

240

33

60

130

130

260

34

60

140

140

280

35

60

150

150

300

36

60

160

160

320

37

60

170

170

340

38

60

180

180

360

39

60

190

190

380

40

60

200

200

400

 

કેન્દ્ર સરકારનું ધારક જેટલું પ્રદાનઃ પીએમ-એસવાયએમ 50:50નાં રેશિયોને આધારે એક સ્વૈચ્છિક તથા અંશદાન પેન્શન યોજના છે, જેમાં નિયત ઉંમર વિશેષ અંશદાન લાભાર્થી દ્વારા કરવામાં આવશે અને ટેબલ મુજબ સમાન હિસ્સો કેન્દ્ર સરકાર પ્રદાન કરશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિની વય 29 વર્ષ હોય, તો એ 60 વર્ષની વય સુધી દર મહિને 100 રૂપિયાનો હિસ્સો આપશે, તો કેન્દ્ર સરકાર 100 રૂપિયાનો હિસ્સો પોતાનાં તરફથી જમા કરશે.

પીએમ-એસવાયએમ યોજના અંતર્ગત નોંધણીઃ

સબસ્ક્રાઇબર પાસે મોબાઇલ ફોન, બેંકમાં સેવિંગ એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. લાયકાત ધરાવતાં સબસ્ક્રાઇબર નજીકનાં કમ્યુનિટી સર્વિસ સેન્ટર (સીએસસી - સામુદાયિક સેવા કેન્દ્ર)માં જઈને આધાર નંબર અને સેવિંગ બેંક એકાઉન્ટ/જન ધન એકાઉન્ટ નંબર સંખ્યાને સ્વપ્રમાણિત કરીને પીએમ-એસવાયએમ માટે નોંધણી કરાવી શકે છે.

ત્યારબાદ સબસ્ક્રાઇબરને પીએમ-એસવાયએમ વેબ પોર્ટલ પર જઈને અને મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવશે તથા સબસ્ક્રાઇબર આધાર નંબર/સ્વપ્રમાણિત આધાર પર સેવિંગ બેંક એકાઉન્ટ / જનધન ખાતાનો ઉપયોગ કરીને પોતાની નોંધણી કરાવી શકે છે.

નોંધણી કરતી સંસ્થાઓઃ નોંધણી કરવાનું કામ સામુદાયિક સેવા કેન્દ્ર (સીએસસી) દ્વારા કરવામાં આવસે. અસંગઠિત શ્રમિક આધાર કાર્ડ અને સેવિંગ બેંક એકાઉન્ટ, પાસબુક/જન ધન ખાતાની સાથે નજીકનાં સીએસસીમાં જઈને યોજના માટે પોતાની નોંધણી કરાવી શકે છે. પ્રથમ મહિનાનાં હિસ્સાની રકમની ચુકવણી રોકડ સ્વરૂપે કરવામાં આવશે અને એની રસીદ આપવામાં આવશે.

સહાયતા કેન્દ્રઃ એલઆઈસીની તમામ બ્રાન્ચ ઓફિસ, ઈએસઆઈસી/ઈપીએફઓની તમામ ઓફિસ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ શ્રમ કચેરીઓ દ્વારા અસંગઠિત શ્રમિકોની યોજના, એનાં ફાયદા અને પ્રક્રિયાઓ વિશે જાણકારી આપવામાં આવશે.

આ સંબંધમાં એલઆઈસી, ઈએસઆઈસી, ઈપીએફઓની તમામ ઓફિસ અને કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ શ્રમ ઓફિસો દ્વારા નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવશેઃ

  1. એલઆઈસી, ઈપીએફઓ/ઈએસઆઈસીની તમામ ઓફિસો તથા કેન્દ્ર અને રાજ્યોનાં શ્રમ કાર્યાલય અસંગઠિત શ્રમિકોની સહાયતા માટે સહાયતા કેન્દ્ર બનાવશે, યોજનાઓની વિશેષતાઓની જાણકારી આપશે અને શ્રમિકોને નજીકનાં સીએસસીમાં મોકલશે.
  2. દરેક સહાયતા ડેસ્ક પર ઓછામાં ઓછો એક કર્મચારી હશે.
  3. સહાયતા ડેસ્ક મુખ્ય દ્વારા પર હશે અને ડેસ્કની પાસે અસંગઠિત મજૂરોની જાણકારી આપવા હિંદી અને પ્રાદેશિક ભાષાઓમાં પર્યાપ્ત સંખ્યામાં વિવરણ પુસ્તિકાઓ હશે.
  4. અસંગઠિત શ્રમિક આધાર કાર્ડ, સેવિંગ બેંક એકાઉન્ટ/જન ધન ખાતું તથા મોબાઇલ ફોનની સાથે સીએસસી જશે.
  5. સહાયતા ડેસ્કની પાસે શ્રમિકોને બેસવાની તથા અન્ય જરૂરી સુવિધાઓ મળશે.
  6. યોજના વિશે અસંગઠિત શ્રમિકોને સહાયતા માટે અન્ય ઉપાય.

ફંડની જોગવાઈઃ પીએમ-એસવાયએમ કેન્દ્ર સરકારની યોજના છે, જેનું સંચાલન શ્રમ અને રોજગાર મંત્રાલય કરશે તથા ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) અને સીએસસીનાં માધ્યમ સાથે લાગુ કરવામાં આવશે. એલઆઈસી પેન્શન ફંડ મેનેજર હશે અને પેન્શન ચુકવણી માટે જવાબદાર હશે. પીએમ-એસવાયએમ પેન્શન યોજના અંતર્ગત એકત્ર રકમનું રોકાણ ભારત સરકાર દ્વારા સૂચિત રોકાણની રીતો અનુસાર કરવામાં આવશે.

યોજનામાંથી બહાર નીકળવું અને નોંધણી પાછી ખેંચવીઃ અસંગઠિત ક્ષેત્રનાં મજૂરોને રોજગારનાં અનિશ્ચિત સ્વભાવને જોતાં યોજનામાંથી બહાર નીકળવાની જોગવાઈ ફ્લેક્સિબલ રાખવામાં આવી છે.

યોજનામાંથી બહાર નીકળવાની જોગવાઈ નીચે મુજબ છેઃ

  • જો સબસ્ક્રાઇબર 10 વર્ષથી ઓછા ગોળામાં યોજનામાંથી બહાર નીકળી જાય છે, તો એને ફક્ત લાભાર્થીનાં હિસ્સાનાં હિસ્સાની બચત બેંકનાં વ્યાજદર સાથે આપવામાં આવશે.
  • જો સબસ્ક્રાઇબર 10 વર્ષ કે એનાથી વધારે ગાળા પછી પણ 60 વર્ષની વય અગાઉ યોજનામાંથી બહાર નીકળે છે, તો એને લાભાર્થીનાં હિસ્સાની સાથે ફંડ દ્વારા સંચિત વ્યાજની સાથે કે બેંકનાં બચત વ્યાજ, આ બેમાંથી જે વધારે હશે એની સાથે કુલ રકમ પરત મળશે.
  • જો લાભાર્થીએ નિયમિત હિસ્સો આપ્યો હોય અને કોઈ કારણસર એનું મૃત્યુ થઈ જાય છે, તો એનાં જીવનસાથી નિયમિત હિસ્સાની ચુકણી કરીને આ યોજનાને આગળ ચાલુ રાખી શકે છે અથવા ફંડ દ્વારા સંચિત વાસ્તવિક વ્યાજ કે બેંકનાં બચત વ્યાજદર, એમાંથી જે વધારે હશે એની સાથે લાભાર્થીને હિસ્સો આપીને યોજનામાંથી બહાર નીકળી શકે છે.
  • જો લાભાર્થીએ નિયમિત હિસ્સાની ચુકવણી કરી છે અને 60 વર્ષ અગાઉ કોઈ કારણસર એ કાયમ માટે દિવ્યાંગ થઈ જાય છે અને યોજના અંતર્ગત પ્રદાન કરવા સક્ષમ ન હોય, તો એનાં જીવનસાથી નિયમિત હિસ્સાની ચુકવણી કરીને આ યોજનાને આગળ ચાલુ રાખી શકે છે અથવા ફંડ દ્વારા એકત્રિક વાસ્તવિક વ્યાજ કે બેંકનાં બચત વ્યાજદર, એમાંથી જે વધારે હોય, એની સાથે લાભાર્થીનો હિસ્સો મેળવીને યોજનામાંથી બહાર નીકળી શકે છે.
  • સબસ્ક્રાઇબર અને એનાં જીવનસાથી એમ બંનેનાં મૃત્યુ પછી સંપૂર્ણ રકમ ફંડમાં જમા કરવામાં આવશે.
  • એનએસએસબીની સલાહ પર સરકાર દ્વારા યોજનામાંથી બહાર નીકળવાની અન્ય કોઈ નક્કી કરેલી જોગવાઈ

પ્રદાનમાં ચૂકઃ

જો સબસ્ક્રાઇબર સતત પોતાનાં પ્રદાનની ચુકવણી નહીં કરે, તો એને સરકાર દ્વારા દંડની નક્કી કરેલી રકમ સાથે સંપૂર્ણ બાકી નીકળતી રકમની ચુકવણી કરીને પ્રદાનને નિયમિત કરવાની મંજૂરી હશે.

પેન્શનની ચુકવણીઃ

18થી 40 વર્ષની પ્રવેશ વય પર યોજનામાં સામેલ થવાથી 60 વર્ષની ઉંમર સુધી લાભાર્થીને પ્રદાન કરવું પડશે. 60 વર્ષની વય થતાં સબસ્ક્રાઇબરને પરિવાર પેન્શનનાં લાભની સાથે દર મહિને રૂ. 3000નું નિશ્ચિત માસિક પેન્શન મળશે.

શંકા અને સ્પષ્ટીકરણઃ યોજનાને લઈને કોઈ પણ પ્રકારનાં શંકાની સ્થિતિમાં જેએસ એન્ડ ડીજીએલડબલ્યુ દ્વારા કરવામાં આવેલું સ્પષ્ટીકરણ અંતિમ ગણાશે.

 

J.Khunt/GP/RP



(Release ID: 1564833) Visitor Counter : 18840