પોસ્ટેડ ઓન:
25 NOV 2026 4:21PM by PIB Ahmedabad
ભારત-નેપાળ સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણની 20મી આવૃત્તિ આજે નેપાળના સલઝંડી સ્થિત નેપાળ આર્મી બેટલ સ્કૂલ ખાતે શરૂ થઈ હતી. આ કવાયત 25 નવેમ્બર થી 08 ડિસેમ્બર 2026 દરમિયાન યોજાવાની છે. ઉદ્ઘાટન સમારોહમાં નેપાળ આર્મીના મિડ વેસ્ટર્ન ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ પૂર્ણ બહાદુર ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. 334 જવાનો ધરાવતી ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ કુમાઉ રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમાન સંખ્યામાં જવાનો ધરાવતી નેપાળ સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ શ્રી જ્વાલા દળ બટાલિયનના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ કવાયતનો ઉદ્દેશ્ય પડકારજનક ભૂપ્રદેશમાં બળવાખોરી વિરોધી અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સંયુક્ત તાલીમ દ્વારા બંને સેનાઓ વચ્ચે આંતર-કાર્યક્ષમતા, કાર્યકારી સંકલન અને પરસ્પર સમજણ વધારવાનો છે.
આ કવાયતના કાર્યક્ષેત્રમાં સંયુક્ત વ્યૂહાત્મક કામગીરી, હેલિબોર્ન ઓપરેશન્સ, આપત્તિ પ્રતિભાવ અને તબીબી તાલીમનો સમાવેશ થાય છે. સંયુક્ત કાર્યકારી અસરકારકતા વધારવા માટે વ્યૂહરચના, તકનીકો અને પ્રક્રિયાઓને સુધારતી વખતે બંને સેનાઓના સૈનિકો કાર્યકારી અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરશે.
સૂર્યકિરણ કવાયત એ ભારત અને નેપાળમાં વારાફરતી યોજાતી વાર્ષિક દ્વિપક્ષીય સૈન્ય કવાયત છે. આ કવાયત દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવશે, બંને સેનાઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સૌહાર્દ વધારશે અને પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સુરક્ષા પ્રત્યે બંને રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે.

_20261125162250_2c751f.JPG)
SM/IJ/JD