આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 એવોર્ડ્સની 10મી એડિશન એનાયત કરશે


સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ ભારતના સૌથી સ્વચ્છ શહેરોનું સન્માન કરશે

'સ્વચ્છ શહેર જોડી' માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓનું સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26માં સન્માન કરવામાં આવશે

પોસ્ટેડ ઓન: 09 NOV 2026 1:15PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ 11 નવેમ્બર, 2026 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાનારા એક સમારોહમાં સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26 એનાયત કરશે.

'સ્વચ્છતા કી નયી પહેલ- બઢાયેં હાથ, કરેં સફાઈ સાથ' ની થીમ પર સ્વચ્છ સર્વેક્ષણની 10મી એડિશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના શહેરી વિકાસ વિભાગના નેજા હેઠળ, સ્વચ્છ સર્વેક્ષણ (SS) એવોર્ડ્સ 2025-26 સ્વચ્છ ભારત મિશન-અર્બનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી કરીને ભારતના સૌથી સ્વચ્છ શહેરોનું સન્માન કરશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, MoHUA અને ઊર્જા કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ અને MoHUAના રાજ્ય મંત્રી શ્રી તોખન સાહૂની ઉપસ્થિતિમાં વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો એનાયત કરશે.

SS 2025-26 એવોર્ડ્સ છેલ્લા દાયકામાં શહેરો અને રાજ્યોની સામૂહિક સિદ્ધિઓની ઉજવણી અને જમીની સ્તરની સિદ્ધિઓને જાળવી રાખવા માટે પુનઃસ્થાપિત પ્રતિબદ્ધતા તરીકે સેવા આપે છે.

સ્વચ્છ ભારત મિશન-અર્બનનું મુખ્ય સ્વચ્છતા મૂલ્યાંકન, સ્વચ્છ સર્વેક્ષણ, 2016માં 73 ULB થી વધીને તેની નવીનતમ એડિશનમાં 4,751 થી વધુ શહેરો સુધી વિસ્તર્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 કેટલાંક મુખ્ય સુધારાઓ રજૂ કરે છે, જેમાં નાગરિકોના પ્રતિસાદ પર વધુ ભાર, શહેરી રિવર ફ્રન્ટ્સ, દરિયાકિનારા અને જળાશયોના વિસ્તૃત કવરેજ અને ખુલ્લામાં શૌચ અને ખુલ્લામાં પેશાબ નિવારણ, પ્રવાસન અને વારસાના હોટસ્પોટ્સની સ્વચ્છતા અને શાળાઓમાં વ્યવહાર પરિવર્તનની પહેલો પર કેન્દ્રિત સૂચકોનો સમાવેશ થાય છે.

SSની 10મી એડિશનના ભાગરૂપે, અર્બન લોકલ બોડીઝ (ULB)નું 10 મુખ્ય મૂલ્યાંકન ક્ષેત્રો - કચરાનું વર્ગીકરણ, એકત્રીકરણ અને પરિવહન, ઘન કચરા વ્યવસ્થાપન, દ્રશ્યમાન સ્વચ્છતા, સ્વચ્છતા સુધી પહોંચ, ડીસ્લજિંગ સેવાઓનું યાંત્રિકીકરણ, ઇકોસિસ્ટમ મજબૂતીકરણ અને સંસ્થાકીય પરિમાણો, વપરાયેલ પાણીનું વ્યવસ્થાપન, સ્વચ્છતા માટે હિમાયત, સફાઈ કર્મચારીઓનું એકંદર કલ્યાણ અને નાગરિક પ્રતિસાદ અને ફરિયાદ નિવારણ ને આવરી લેતા 43 સૂચકોમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 3,000 થી વધુ તાલીમબદ્ધ મૂલ્યાંકનકારોએ રિયલ-ટાઇમ GPS-સક્ષમ મોનિટરિંગ દ્વારા સમર્થિત સમગ્ર દેશમાં વ્યાપક જમીની મૂલ્યાંકન હાથ ધર્યું હતું. પુરાવા રજૂ કરવાથી લઈને ચકાસણી સુધી, મૂલ્યાંકન પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને દરેક તબક્કે સખત ગુણવત્તા તપાસને આધીન રહી હતી.

ટોચના સ્વચ્છ શહેરોની સાથે, આ વર્ષના પુરસ્કારો 'સ્વચ્છ શહેર જોડી' પહેલના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને પણ માન્યતા આપે છે જેણે શહેરી કચરા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા ઝડપી બનાવવા 33 રાજ્યો/UTs માં 70 મેન્ટર શહેરો અને 191 મેન્ટી શહેરો વચ્ચે પીઅર લર્નિંગ (પરસ્પર શીખવાની પ્રક્રિયા) ને પ્રોત્સાહન આપ્યું છે. 'સ્વચ્છ શહેર જોડી' પહેલનો પ્રારંભ આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ દ્વારા 27 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રથમ શહેરી કચરા વ્યવસ્થાપન મેન્ટરશિપ અને પીઅર-લર્નિંગ પ્રોગ્રામ તરીકે કરવામાં આવ્યો હતો. પ્રારંભ કાર્યક્રમમાં, તમામ મેન્ટર અને મેન્ટી શહેરો વચ્ચે આ પહેલ શરૂ કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મેન્ટી શહેરોના પ્રદર્શનમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024 અને 2025 વચ્ચે મુખ્ય સ્વચ્છતા સૂચકોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ની નવીનતમ એડિશનમાં મેન્ટી શહેરના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારા નોંધાયા છે. 'દ્રશ્યમાન સ્વચ્છતા' ના પરિમાણમાં મેન્ટી શહેરો SS 2024માં 48% થી વધીને નવીનતમ એડિશનમાં 70% પર પહોંચ્યા છે. 'ડોર-ટુ-ડોર કલેક્શન' માટે, મેન્ટી શહેરો SS 2024 માં 52% પર હતા અને હવે સંચિત રીતે 74% પર પહોંચી ગયા છે. મેન્ટી શહેરોએ સ્રોત પર વર્ગીકરણ (16% થી 30%), સ્વચ્છતા સુધી પહોંચ (11% થી 38%), વપરાયેલ પાણીનું વ્યવસ્થાપન (32% થી 53%), અને સ્વચ્છતા માટે હિમાયત (48% થી 66%) જેવા મુખ્ય પરિમાણોમાં પણ નોંધપાત્ર સુધારાઓ પ્રાપ્ત કર્યા છે, જે ઉચ્ચ પ્રદર્શન કરતા શહેરોની સમર્પિત મેન્ટરશિપ દ્વારા મજબૂત બનેલી સ્વચ્છતા પ્રણાલીઓ અને સુધારેલ સેવા વિતરણના પરિણામોને પ્રતિબિંબિત કરે છે.

સમર્પિત પ્રયાસો, સ્વસ્થ સ્પર્ધા અને સ્વચ્છતા પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાના એક વર્ષ પછી, દેશભરના શહેરો હવે 11 નવેમ્બર, 2026 ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 એવોર્ડ વિજેતાઓની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2334338) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: Kannada , English , हिन्दी , Malayalam