નીતિ આયોગ
azadi ka amrit mahotsav

નીતિ આયોગ અને GIZ ઈન્ડિયાએ રોડ ફ્રેટ ડીકાર્બોનાઈઝેશનને ઝડપી બનાવવા માટે નેશનલી ડિટરમાઈન્ડ કન્ટ્રીબ્યુશન-ટ્રાન્સપોર્ટ ઈનિશિયેટિવ ફોર એશિયા ફેઝ II (NDC-TIA II) હેઠળ ઈમ્પ્લીમેન્ટેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા

પોસ્ટેડ ઓન: 04 NOV 2026 5:00PM by PIB Ahmedabad

નીતિ આયોગ અને ડોઇચે ગેસેલશાફ્ટ ફ્યુર ઇન્ટરનેશનલે ઝુસામમેનર્બાઇટ (GIZ) GmbH એ 3 નવેમ્બર 2026 ના રોજ નેશનલી ડિટરમાઈન્ડ કન્ટ્રીબ્યુશન-ટ્રાન્સપોર્ટ ઈનિશિયેટિવ ફોર એશિયા ફેઝ II (NDC-TIA II) હેઠળ એક ઈમ્પ્લીમેન્ટેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. NDC-TIA II એ જર્મન સરકારના ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ઇનિશિયેટિવ (IKI) દ્વારા સમર્થિત એક પ્રાદેશિક પહેલ છે. વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (WRI) ઇન્ડિયા, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન (ICCT) ઇન્ડિયા અને એગોરા એનર્જીવેન્ડે આ પહેલના અમલીકરણ ભાગીદારોમાં સામેલ છે.

રોડ ફ્રેટનું ડીકાર્બોનાઇઝેશન એ ભારતના સતત, ઊર્જા-કાર્યક્ષમ અને ઓછા કાર્બન ઉત્સર્જન ધરાવતા પરિવહન તરફના રૂપાંતરણનો એક મહત્વપૂર્ણ ઘટક છે. જો કે, મધ્યમ અને ભારે માલવાહક વાહનોનું વિદ્યુતીકરણ હજુ પ્રારંભિક તબક્કામાં છે, જે પૂરતી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાવિન્યપૂર્ણ નાણાકીય વ્યવસ્થાઓ અને એક સક્ષમકારી નિયામક માળખાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. આ એગ્રીમેન્ટ ભારતના રોડ ફ્રેટ સેક્ટરના ડીકાર્બોનાઇઝેશનને ઝડપી બનાવવા માટે પ્રોજેક્ટ ભાગીદારો વચ્ચેના સહયોગને ઔપચારિક સ્વરૂપ આપે છે. આ પહેલ તેના નેશનલી ડિટરમાઈન્ડ કન્ટ્રીબ્યુશન લક્ષ્યાંકો અને લાંબા ગાળાના આબોહવા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના ભારતના વ્યાપક પ્રયાસોમાં યોગદાન આપશે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2332749) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil