પોસ્ટેડ ઓન:
03 NOV 2026 1:08PM by PIB Ahmedabad
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 3 નવેમ્બર 2026 ના રોજ જેસલમેર, રાજસ્થાન ખાતે ‘ભારતીય સંરક્ષણ દળોનું આધુનિકીકરણ’ વિષય પર સંરક્ષણ મંત્રાલયની કન્સલ્ટેટિવ કમિટીની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઉભરતા સુરક્ષા પડકારો, યુદ્ધ પ્રણાલીના મોડેલો, તકનીકી પ્રગતિ અને ભવિષ્ય માટે તૈયાર, ટેકનોલોજીથી સશક્ત અને ઓપરેશનલ રીતે ચપળ સૈન્યના નિર્માણની આવશ્યકતા પર વ્યાપક વિચારમંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાંથી બહાર આવેલા મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ક્ષમતા વિકાસ અને દળોનું આધુનિકીકરણ: લડાયક અસરકારકતા અને ઓપરેશનલ સજ્જતા વધારવા માટે નેક્સ્ટ-જનરેશન પ્લેટફોર્મ્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને તકનીકોના સમાવેશને ઝડપી બનાવવો.
- સંયુક્તતા અને સંકલન: ત્રિ-સેવા સંકલન, સંયુક્ત ઓપરેશનલ આયોજન અને બહુવિધ ક્ષેત્રોમાં ક્ષમતાઓના સિંર્જિક ઉપયોગને મજબૂત બનાવવો.
- સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન: સ્થાનિક ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને એકેડેમિયાની વધુ ભાગીદારી સાથે સ્વદેશી સંશોધન, ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન દ્વારા મેક-ઇન-ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને વધુ વેગ આપવો.
- ઉભરતી અને વિક્ષેપકારક તકનીકો: ભવિષ્યના સંઘર્ષોના સ્વરૂપ માટે તૈયાર રહેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્વાયત્ત પ્રણાલીઓ, માનવરહિત પ્લેટફોર્મ્સ, સાયબર, સ્પેસ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને અદ્યતન સંચારનો ઉપયોગ કરવો.
- સંરક્ષણ સંશોધન અને નવીનતા: નવીનતાથી ઓપરેશનલ ક્ષમતા તરફના સંક્રમણને વેગ આપવા માટે સંરક્ષણ દળો, DRDO, ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, ખાનગી ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ મજબૂત કરવો.
- રિસોર્સ ઓપ્ટિમાઈઝેશન અને અમલીકરણ: આધુનિકીકરણની પહેલો મૂર્ત ઓપરેશનલ પરિણામોમાં પરિવર્તિત થાય તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ પ્રાથમિકતાઓ, સંસ્થાકીય પદ્ધતિઓ અને માપી શકાય તેવા માઈલસ્ટોન સ્થાપિત કરવા.
સંરક્ષણ દળોએ વર્તમાન સમયના અને ઉભરતા પડકારો માટે સજ્જ રહેવાની જરૂરિયાત પર ભાર મૂકતા, રક્ષા મંત્રીએ ટેકનોલોજી-સંચાલિત આધુનિક યુદ્ધની વિકસતી માંગને પહોંચી વળવા સૈન્યને સજ્જ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા ત્રણ મુખ્ય પરિમાણો - ‘બજેટ અને મૂડી સંપાદન તથા આત્મનિર્ભરતા’, ‘ટેકનોલોજી’ અને ‘માનવ સંસાધન (Human Capital)’ - માં લેવાયેલા પગલાંઓની ગણતરી કરાવી હતી. તેમણે આધુનિકીકરણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બજેટરી સપોર્ટ અને મૂડી સંપાદન પર સરકારના સતત ધ્યાન પર પ્રકાશ પાડ્યો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પર્યાપ્ત નાણાંકીય સંસાધનો, સેવાઓની જટિલ જરૂરિયાતોના અસરકારક ઉપયોગ અને પ્રાથમિકતા સાથે મળીને, સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવા માટે આવશ્યક છે.
_20261103130957_016ae5.jpeg)
શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ (FY) 2026-27 માટે સંરક્ષણ બજેટ વધારીને રેકોર્ડ રૂ. 7.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે, જેમાં આધુનિકીકરણ અને મૂડી પ્રાપ્તિ માટે ફાળવવામાં આવેલા રૂ. 2.19 લાખ કરોડના કેપિટલ આઉટલેનો સમાવેશ થાય છે, જે સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગો અને ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવાની સાથે સંરક્ષણ દળોની ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
સંરક્ષણ ક્ષેત્રે વધતી આત્મનિર્ભરતા પર, રક્ષા મંત્રીએ કહ્યું કે સંરક્ષણ ઉત્પાદન નાણાકીય વર્ષ 2014-15 માં રૂ. 46,429 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025-26 માં રેકોર્ડ રૂ. 1.78 લાખ કરોડ થયું છે, જેમાં સંરક્ષણ નિકાસ, જે 2014 માં રૂ. 2,000 કરોડથી ઓછી હતી, વધીને આશરે રૂ. 40,000 કરોડ થઈ છે. “અમારું લક્ષ્ય 2029 સુધીમાં રૂ. 3 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન અને રૂ. 50,000 કરોડની સંરક્ષણ નિકાસ હાંસલ કરવાનું છે,” તેમણે ઉમેર્યું.
_20261103131006_4066da.jpeg)
શ્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે તકનીકી પ્રગતિ એ સંઘર્ષોના બદલાતા સ્વરૂપ માટે અભિન્ન અંગ છે. તેમણે અદ્યતન શસ્ત્રો, મિસાઇલો અને સિસ્ટમો વિકસાવવામાં DRDO દ્વારા શરૂ કરાયેલી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો અને ઉમેર્યું હતું કે સરકાર ખાનગી ક્ષેત્રને સમાન તકો પૂરી પાડી રહી છે, જેનાથી સંરક્ષણ ઇકોસિસ્ટમમાં MSMEs થી લઈને મોટા કોર્પોરેશનો સુધીની સંસ્થાઓની વધુ ભાગીદારી સક્ષમ બની રહી છે. તેને 'સમગ્ર રાષ્ટ્ર' (whole-of-the-nation) અભિગમ તરીકે વર્ણવતા, તેમણે દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા તરફ ખાનગી ઉદ્યોગોના વધતા યોગદાન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
માનવ સંસાધનના મહત્વને રેખાંકિત કરતા, રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે સૈન્યની શક્તિ માત્ર ટેકનોલોજી અને નાણાકીય સંસાધનો દ્વારા જ નહીં, પરંતુ કર્મચારીઓની ક્ષમતાઓ અને સજ્જતા દ્વારા પણ નક્કી થાય છે. “યુદ્ધની ઝડપથી વિકસતી પ્રકૃતિ એ આવશ્યક બનાવે છે કે આપણા સંરક્ષણ દળો આધુનિક યુદ્ધની બદલાતી જરૂરિયાતો સાથે સંરેખિત રહે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ત્રણેય સેવાઓએ તેમના માળખા અને રચનાઓને સતત સુધારી છે. ભારતીય ભૂમિસેનાની નવી રચનાઓ, જેમાં ‘અસાની’, ‘ભૈરવ’ અને ‘શક્તિબાણ’ પ્લાટુન સામેલ છે, તે સમકાલીન ઓપરેશનલ જરૂરિયાતોને સંબોધવામાં અને યુદ્ધક્ષેત્રના બદલાતા ગતિશીલતાને અનુકૂળ થવામાં અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે,” તેમણે કહ્યું.
_20261103131018_bcaa28.jpeg)
શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આધુનિકીકરણ એ માત્ર નવા શસ્ત્રો અને સાધનો ખરીદવા વિશે નથી, તે સંરક્ષણ દળોની ઓપરેશનલ સજ્જતા વધારવા, તેમને આધુનિક તકનીકોથી સજ્જ કરવા અને લાંબા ગાળા માટે સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવા સાથે સંકળાયેલું છે. રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં ‘આત્મનિર્ભર ભારત’ના મહત્વને રેખાંકિત કરતા, તેમણે પ્રકાશ પાડ્યો કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય એક મજબૂત સ્થાનિક સંરક્ષણ ઇકોસિસ્ટમ બનાવવાનો છે જે સૈન્ય જરૂરિયાતો સાથે તકનીકી વિકાસને સંરેખિત કરે છે, ભારતીય ઉદ્યોગોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે અને વિદેશી સ્ત્રોતો પર દેશની વ્યૂહાત્મક નિર્ભરતા ઘટાડે છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સ્વદેશી તકનીકી ક્ષમતાઓ રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે આવશ્યક છે.
_20261103131027_ebe239.jpeg)
રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આધુનિકીકરણ એ એક સતત પ્રક્રિયા છે, જેના માટે વિકસતી તકનીકો, બદલાતા સુરક્ષા પડકારો અને બદલાતી જરૂરિયાતોના જવાબમાં ઓપરેશનલ સજ્જતા વધારવા માટે સતત પ્રયાસોની જરૂર છે. તેમણે લાંબા ગાળાની ક્ષમતાઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જે સંરક્ષણ દળોને ઓપરેશનલ રીતે અસરકારક અને આત્મનિર્ભર રહેવા માટે સક્ષમ બનાવશે. તેમણે દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે સંશોધન અને વિકાસ, સ્વદેશી તકનીકો, વધુ ઔદ્યોગિક ભાગીદારી અને નવીનતાને સતત પ્રોત્સાહન આપવા આહ્વાન કર્યું હતું.
_20261103131039_057222.jpeg)
આ બેઠકમાં રાજ્યસભા અને લોકસભા બંનેના સંસદસભ્યો દ્વારા મૂલ્યવાન સૂચનો આપવામાં આવ્યા હતા. તેમના વૈવિધ્યસભર દ્રષ્ટિકોણ અને આંતરદ્રષ્ટિએ સંસદીય, વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને લાવીને કન્સલ્ટેટિવ પ્રક્રિયાને સમૃદ્ધ બનાવી હતી. આ વિચારમંથન ક્રિયાત્મક સ્પષ્ટ રોડમેપમાં પરિવર્તિત થયું, જેમાં જટિલ ક્ષમતાઓને પ્રાથમિકતા આપવા, હિતધારકો વચ્ચે સંકલન મજબૂત કરવા, સંપાદન અને વિકાસ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને વ્યાખ્યાયિત ઉદ્દેશ્યો સામે સમયાંતરે પ્રગતિનું મૂલ્યાંકન કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
ઈરાદાને અમલીકરણમાં પરિવર્તિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા, બેઠકમાં આધુનિકીકરણ માટે એક સંરચિત અને તબક્કાવાર અભિગમના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આનો ઉદ્દેશ્ય પરંપરાગત, અર્ધ-પરંપરાગત અને બહુ-ક્ષેત્રીય સુરક્ષા પડકારોનો અસરકારક પ્રતિસાદ આપવા માટે સક્ષમ સૈન્યનું નિર્માણ કરવાનો છે.
રક્ષા રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ, સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ, સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી સંજીવ કુમાર, સચિવ (માજી સૈનિક કલ્યાણ) સુશ્રી સુકૃતિ લિખી, સચિવ (સંરક્ષણ નાણા) શ્રી વિશ્વજીત સહાય અને અન્ય વરિષ્ઠ નાગરિક તથા સૈન્ય અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.
SM/DK/JD