ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/CAPFs/CPOsના 490 કર્મચારીઓને વર્ષ 2026 માટે એનાયત કરવામાં આવ્યો


‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ ઉત્કૃષ્ટ કામગીરીની ઓળખ આપે છે, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપે છે અને સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓનું મનોબળ વધારે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ તમામ પોલીસ કર્મચારીઓનું મનોબળ વધારશે

‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે દર વર્ષે 31મી ઓક્ટોબરે જાહેર કરવામાં આવે છે

પોસ્ટેડ ઓન: 31 OCT 2026 9:55AM by PIB Ahmedabad

વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)/સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPFs)/સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન્સ (CPOs)ના 490 કર્મચારીઓને વર્ષ 2026 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ એનાયત કરવામાં આવ્યો છે. આ ચંદ્રક ઉત્કૃષ્ટ કામગીરીની ઓળખ આપવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને સંબંધિત અધિકારી/કર્મચારીનું મનોબળ વધારવા માટે આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’તમામ પોલીસ કર્મચારીઓનું મનોબળ વધારશે.

ગૃહ મંત્રાલય, ભારત સરકારના 1 લી ફેબ્રુઆરી, 2024ના રોજના નોટિફિકેશન દ્વારા "કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક"ની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક સમગ્ર ભારતીય સંઘમાં પોલીસ દળો, સુરક્ષા સંસ્થા, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો/સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન્સ (CPOs)/સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPFs)/નેશનલ સિક્યુરિટી ગાર્ડ/અસમ રાઇફલ્સની ઇન્ટેલિજન્સ વિંગ/બ્રાંચ/સ્પેશિયલ બ્રાંચ; અને ફોરેન્સિક સાયન્સ (કેન્દ્ર/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો)ના સભ્યોને કામગીરીમાં ઉત્કૃષ્ટતા, તપાસમાં ઉત્કૃષ્ટ સેવા, અપવાદરૂપ કામગીરી, અદમ્ય અને સાહસિક ઇન્ટેલિજન્સ સેવા, ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં સેવા આપતા સરકારી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવે છે.

આ ચંદ્રક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે દર વર્ષે 31 મી ઓક્ટોબરે જાહેર કરવામાં આવે છે.

વિજેતાઓની યાદી MHA વેબસાઇટ પર ઉપલબ્ધ છે - https://www.mha.gov.in

(એવોર્ડ વિજેતાઓની યાદી માટે ક્લિક કરો)

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2330731) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Malayalam