પોસ્ટેડ ઓન:
24 OCT 2026 4:51PM by PIB Ahmedabad
22 ઓક્ટોબરે ઉદ્ઘાટન કરાયેલ ત્રિ-દિવસીય ઈવેન્ટ ‘ઈન્ડિયા કેમ-2026’ આજે મુંબઈમાં સંપન્ન થઈ.
"એડવાન્ટેજ ભારત: એન ઈમર્જિંગ ગ્લોબલ કેમિકલ્સ હબ" થીમ હેઠળ યોજાયેલી ઈન્ડિયા કેમ 2026ની 14મી આવૃત્તિએ વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરી, રોકાણો આકર્ષવા અને કેમિકલ્સ તથા પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો માર્ગ પ્રશસ્ત કર્યો.
આ ઈવેન્ટ દરમિયાન સીઈઓ ફોરમ, ઈન્ડિયા-જાપાન, ઈન્ડિયા-યુએસએ અને ઈન્ડિયા-ઈયુ ફોરમ દરમિયાન બ્રેઈનસ્ટોમિંગ સત્રો, વ્યાપારી વાટાઘાટો અને ફળદાયી ચર્ચાઓ તેમજ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રને લગતા વિવિધ પડકારો પર ગોળમેજી ચર્ચાઓ યોજાઈ હતી.
જાપાન, જેની સાથે ભારત મજબૂત વેપાર સંબંધો ધરાવે છે, ખાસ કરીને કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં, તે આ ઈવેન્ટ માટે ભાગીદાર દેશ હતો.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રીય રસાયણ અને ખાતર અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ઈન્ડિયા કેમ 2026નું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ કેમિકલ્સ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સંશોધકો અને નીતિ ઘડવૈયાઓને વિકસિત ભારત@2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે હાથ મિલાવીને કામ કરવા આહ્વાન કર્યું હતું.

શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ એ એક સનરાઈઝ ક્ષેત્ર છે અને તેમાં વિકાસ કરવાની અને આર્થિક વિકાસમાં યોગદાન આપવાની વિશાળ ક્ષમતા છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશે 2047 સુધીમાં વિકસિત ભારતની આકાંક્ષા હાંસલ કરવા માટે આ ક્ષેત્રે અનિવાર્ય ભૂમિકા ભજવવી પડશે. આ ક્ષેત્રને તેની વર્તમાન માર્કેટ સાઈઝ અંદાજે 220 બિલિયન યુએસ ડોલરથી વધારીને 2040 સુધીમાં અંદાજે 1 ટ્રિલિયન યુએસ ડોલર અને 2047 સુધીમાં અંદાજે 1.6 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચાડવાની જરૂર છે.
શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલા સીઈઓ ફોરમે ઉદ્યોગની સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ હબ તરીકે ઉભરી આવવાની ભારતની આકાંક્ષાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સમગ્ર વિશ્વમાંથી આવેલા ઉદ્યોગ સાહસિકોએ ભારતીય કેમિકલ ઉદ્યોગની તકો અને પડકારો પર ચર્ચા કરી હતી.
ઈન્ડિયા કેમ 2026 ખાતે ઈન્ડિયા-જાપાન, ઈન્ડિયા-યુએસ અને ઈન્ડિયા-ઈયુ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ફોરમ હેઠળના બ્રેઈનસ્ટોમિંગ સત્રો દરમિયાન, પ્રતિનિધિઓ અને ઉદ્યોગ સાહસિકોએ આ ક્ષેત્ર સંબંધિત વેપાર, રોકાણ અને ટેકનોલોજીમાં ઊંડા સહયોગ માટેની તકો શોધી હતી.
"એડવાન્ટેજ ભારત: એન ઈમર્જિંગ ગ્લોબલ કેમિકલ્સ હબ" થીમ હેઠળ યોજાયેલી આ ઈવેન્ટમાં સ્પેશિયાલ્ટી કેમિકલ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રોકેમિકલ્સ, પર્યાવરણીય મુદ્દાઓ, પ્લાન્ટ મશીનરી, પમ્પ્સ અને વાલ્વ્સ જેવા આ ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ માટેના સમકાલીન પડકારો પર કેટલીક ગોળમેજી ચર્ચાઓ જોવા મળી હતી.
ઈન્ડિયા કેમ 2026 ની 14મી આવૃત્તિમાં એક નવી વિશેષતા "ઈન્ડિયા કેમ યુથ ઈનોવેશન ચેલેન્જ" જોવા મળી હતી, જે યુવા સંશોધકોને ભારતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર સાથે જોડવા માટે ગોઠવવામાં આવી હતી. તેમાં કેમિકલ ઉદ્યોગના સમસ્યાના નિવેદનો પર કામ કરતા યુવા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો અને તેમના ઉકેલોનું મૂલ્યાંકન ઉદ્યોગની જ્યુરી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ પુરસ્કાર આઈસીટી, મુંબઈના વિદ્યાર્થીઓ સૌમ્યા ભોલે અને સાર્થક કાલેએ જીત્યો હતો. વીએનઆઈટી, નાગપુરના સુમન બટવે અને સલોની મ્હાડેસર અને આઈઆઈટી, ગાંધીનગરના જશ પ્રસાદ અને સ્મિત બાંભરોલિયાએ અનુક્રમે દ્વિતીય અને તૃતીય પુરસ્કાર જીત્યા હતા.

રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને ફિક્કી (FICCI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ઈવેન્ટે ઉદ્યોગ સાહસિકો અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે આ ક્ષેત્રને લગતા ચોક્કસ વિષયો પર બ્રેઈનસ્ટોમિંગ ચર્ચાઓ માટે એક મંચ પૂરો પાડ્યો હતો, જેનાથી રોકાણની સંભાવનાઓ, નિયમનકારી માળખાં અને વ્યૂહાત્મક પડકારો પર સંવાદ સુલભ બન્યો હતો.
આ વિશ્વસ્તરીય પ્રદર્શનમાં આ ક્ષેત્રની અગ્રણી ભારતીય અને વૈશ્વિક કંપનીઓ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને બિહાર સહિતના ભાગીદાર રાજ્યોના પેવેલિયનનો સમાવેશ થતો હતો.


આ ઈવેન્ટમાં જાપાન, યુએસએ, કેનેડા, યુકે, યુરોપિયન યુનિયનના દેશો, લેટિન અમેરિકા, રિપબ્લિક ઓફ કોરિયા અને આસિયાન (ASEAN) રાષ્ટ્રો સહિત અનેક દેશોની આંતરરાષ્ટ્રીય ભાગીદારી જોવા મળી હતી, જેમાં 3 દિવસમાં 5000 થી વધુ મુલાકાતીઓ આવ્યા હતા.
SM/JD