પોસ્ટેડ ઓન:
22 OCT 2026 6:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પેરા કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શીતલ દેવી અને તોમન કુમારને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમનો ભવ્ય વિજય કૌશલ્ય, સંયમ અને ટીમવર્કનું એક શાનદાર પ્રદર્શન હતું, તેમણે ઉમેર્યું હતું કે ભારત તેમની સફળતાથી અત્યંત આનંદિત છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"એશિયન પેરા ગેમ્સ 2026 માં પેરા કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શીતલ દેવી અને તોમન કુમારને અભિનંદન! તેમનો ભવ્ય વિજય કૌશલ્ય, સંયમ અને ટીમવર્કનું એક શાનદાર પ્રદર્શન હતું. ભારત તેમની સફળતાથી આનંદિત છે: PM @narendramodi"
SM/IJ/JD