પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ રવિ કાર્તિક બુડિગિનાને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 21 OCT 2026 9:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક S13 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સ્વિમિંગ સાથે સિલ્વર મેડલ જીતવા બદલ રવિ કાર્તિક બુડિગિનાને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના કૌશલ્ય અને સખત પરિશ્રમે દેશને ગૌરવ અપાવ્યું છે, અને તેમણે તેમની આગામી સ્પર્ધાઓમાં સતત સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"રવિ કાર્તિક બુડિગિના દ્વારા ઉત્કૃષ્ટ સ્વિમિંગ!

એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક S13 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. તેમના કૌશલ્ય અને સખત પરિશ્રમે દેશને ગૌરવ અપાવ્યું છે. તેમની આગામી સ્પર્ધાઓમાં સતત સફળતા માટે શુભકામનાઓ: PM @narendramodi"


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2326383) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Manipuri