પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ જહાન દોરાબ મદનને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
20 OCT 2026 7:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની સિંગલ્સ ક્લાસ 1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ જહાન દોરાબ મદનને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતનું પેરા ટેબલ ટેનિસ દળ દેશને ગૌરવાન્વિત કરવાનું ચાલુ રાખે છે તેવું નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની આ સફળતા તેમનું ઝનૂન અને કૌશલ્યનું પ્રતિબિંબ છે, અને આગામી સમયમાં તેઓ સફળતાની નવી ઊંચાઈઓ સર કરતા રહે તેવી કામના કરી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"ભારતની પેરા ટેબલ ટેનિસ ટીમ આપણને ખૂબ જ ગૌરવાન્વિત કરે છે.
જહાન દોરાબ મદને એશિયન પેરા ગેમ્સ 2026 માં મેન્સ સિંગલ્સ ક્લાસ 1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમની સફળતા તેમનું ઝનૂન અને કૌશલ્યનું પ્રતિબિંબ છે.
આગામી સમયમાં તેઓ સફળતાના નવા શિખરો સર કરતા રહે: પીએમ @narendramodi"
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2325565)
મુલાકાતી સંખ્યા : 11