પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયેલા અકસ્માત દરમિયાન જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ સહાય રકમની જાહેરાત કરી
પોસ્ટેડ ઓન:
18 OCT 2026 10:25AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી ₹2 લાખની સહાય મળશે. ઘાયલોને ₹50,000 મળશે.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું કે;
"મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવવાના સમાચારથી ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી જીવ ગુમાવનારાઓના પરિવારજનોને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi"
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2324848)
મુલાકાતી સંખ્યા : 11