નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કસ્ટમ્સ અધિકારીઓએ આઈજીઆઈ (IGI) એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે બેંગકોકથી લાવવામાં આવેલો 148.67 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો

પોસ્ટેડ ઓન: 15 OCT 2026 6:31PM by PIB Ahmedabad

એસઆઈઆઈબી (SIIB) શાખા, એર કાર્ગો કોમ્પ્લેક્સ ઇમ્પોર્ટ, ન્યુ કસ્ટમ્સ હાઉસ, નવી દિલ્હીના કસ્ટમ્સ અધિકારીઓએ નાર્કોટિક પદાર્થોની દાણચોરીના સૌથી મોટા પ્રયાસોમાંથી એકનો પર્દાફાશ કર્યો છે. સ્થાનિક સ્તરે મેળવવામાં આવેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને, અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક કન્સાઇનમેન્ટને અટકાવ્યું હતું અને પીયુ (PU) ટ્યુબના સ્પૂલ (ચક્ર) ની અંદર છુપાવવામાં આવેલ લીલા રંગનો એનડીપીએસ (NDPS) પદાર્થ, જે ગાંજો/મેરીજુઆના હોવાની શંકા છે, તેનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો હતો.

19 કાર્ટનમાં પેક કરાયેલી પીયુ (PU) ટ્યુબ તરીકે જાહેર કરવામાં આવેલા આ કન્સાઇનમેન્ટને શંકાસ્પદ ખોટી જાહેરાત (mis-declaration) ના કારણે અટકાવવામાં આવ્યું હતું. આયાતકારના પ્રતિનિધિની હાજરીમાં તપાસ હાથ ધરતાં, અધિકારીઓને પીયુ (PU) ટ્યુબ ધરાવતા પ્લાસ્ટિકના સ્પૂલ મળી આવ્યા હતા. જ્યારે સ્પૂલ તોડીને ખોલવામાં આવ્યા ત્યારે છુપાયેલી જગ્યાઓમાંથી પોલિથિનમાં વીંટાળેલા જામી ગયેલા લીલા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા. 15 કાર્ટનમાંથી આવા પેકેટો મળી આવ્યા હતા. પ્રાથમિક ડાયગ્નોસ્ટિક પરીક્ષણોમાં આ સામગ્રી ગાંજો/મેરીજુઆના હોવાનું જાણવા મળ્યું હતું.

કુલ મળીને, 120 સ્પૂલમાં 148.67 કિલો હાઇડ્રોપોનિક વીડ છુપાવવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા નાર્કોટિક્સનું મૂલ્ય આશરે રૂ. 52 કરોડ છે, જેની ભારતમાં અંદાજિત સ્ટ્રીટ વેલ્યુ (બ્લેક માર્કેટ કિંમત) રૂ. 150 કરોડ છે. છુપાવવા માટે વપરાયેલી અને પેકેજિંગ સામગ્રી સાથેના આ ગેરકાયદેસર જથ્થાને એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.

આ ઓપરેશન 72 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું અને 15.10.2026 ના રોજ એક વ્યક્તિની ધરપકડ સાથે પૂર્ણ થયું હતું, જેને તે જ દિવસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્રણ રાજ્યોમાં પાંચ પરિસરોમાં હાથ ધરવામાં આવેલી ફોલો-અપ શોધોએ ચાલુ તપાસ માટે મહત્વપૂર્ણ કડીઓ પૂરી પાડી છે. સમગ્ર ઓપરેશનનું મુખ્ય કમિશનર અને પ્રિન્સિપલ કમિશનર, એસીસી ઇમ્પોર્ટ્સના સ્તરે વરિષ્ઠ કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કસ્ટમ્સના એડિશનલ કમિશનર, એસીસી ઇમ્પોર્ટ્સ દ્વારા સુપરવાઇઝ કરવામાં આવ્યું હતું.

ભારે નફાથી પ્રેરાઈને, દાણચોરો આવા ગેરકાયદેસર માલસામાનને દેશમાં લાવવાનો પ્રયાસ કરે છે. કસ્ટમ્સ અધિકારીઓ નાર્કોટિક્સના દૂષણથી સમાજનું રક્ષણ કરવા માટે સતર્ક અને કટિબદ્ધ રહે છે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2324106) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil