નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સએ હિમાચલ પ્રદેશમાં ગેરકાયદેસર ગાંજાની વિશાળ ખેતીને નષ્ટ કરીને 'નશા મુક્ત ભારત' ના વિઝનને મજબૂત બનાવ્યું


CBN એ "ઓપરેશન પરિવર્તન" હેઠળ 5,165 એકર ગેરકાયદેસર ગાંજાની ખેતીનો નાશ કર્યો

પોસ્ટેડ ઓન: 14 OCT 2026 4:13PM by PIB Ahmedabad

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મહિના દરમિયાન હાથ ધરવામાં આવેલા એક મુખ્ય વિનાશક ઓપરેશનમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) ના અધિકારીઓએ "ઓપરેશન પરિવર્તન" હેઠળ 5,165 એકર (2,070 હેક્ટર) ગેરકાયદેસર ગાંજા (કેનાબિસ) ની ખેતીનો નાશ કર્યો હતો.

ગ્રાઉન્ડ સર્વે અને ડ્રોન ટેકનોલોજીની મદદથી આ ખેતીની ઓળખ કરવામાં આવી હતી, અને વન વિભાગ તથા પોલીસ વિભાગના સમર્થનથી આ વિનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. હિમાલયનો પડકારરૂપ ભૂપ્રદેશ હોવા છતાં, CBN ની ટીમોએ અંદાજે 3500 મીટરની મહત્તમ ઊંચાઈ સુધી, જ્યાં પણ ગાંજો ઉગેલો જોવા મળ્યો હતો, ત્યાં ગેરકાયદેસર ખેતીનો નાશ કર્યો હતો. ગેરકાયદેસર ખેતીના વિનાશને ઝડપી બનાવવા માટે અધિકારીઓએ દરરોજ દૂરના સ્થળો સુધી પગપાળા પ્રવાસ કર્યો હતો.

ઓપરેશનના અંતે, CBN ના અધિકારીઓએ એનડીપીએસ (NDPS) નીતિ 2012 અનુસાર CBN ના જનાદેશ મુજબ વૈકલ્પિક પાક વિકાસ સહિતની વૈકલ્પિક વિકાસ વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવા માટે મલાણા ગામના ગ્રામજનો સાથે જાહેર સંવાદ (જન સંવાદ) યોજ્યો હતો.

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) એ મહેસૂલ વિભાગ, નાણાં મંત્રાલય, ભારત સરકાર હેઠળની સર્વોચ્ચ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ અને રેગ્યુલેટિવ એજન્સી છે, જે કેનોબિઝ (ગાંજો) અને અફીણની ગેરકાયદેસર ખેતીની ઓળખ કરવા અને તેને નષ્ટ કરવા માટે જવાબદાર છે. સ્ત્રોત પર જ ગેરકાયદેસર પાકોનો નાશ કરીને, CBN નાર્કોટિક્સ સપ્લાય ચેઇનના એક મુખ્ય ભાગને સ્ત્રોતમાંથી જ કાપી નાખે છે.

CBN સમગ્ર ભારતમાં ગેરકાયદેસર ખેતીને નષ્ટ કરવા માટે આવા ઓપરેશન્સ ચાલુ રાખશે અને ગેરકાયદેસર નાર્કોટિક્સના વેપાર સામે લડવા તથા ભવિષ્ય માટે ડ્રગ-મુક્ત અને સલામત વાતાવરણ ઊભું કરવા માટે તેની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

 


(રીલીઝ આઈડી: 2323362) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil