પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી કુચી રંગકાઉ ઝેલિયાંગના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
10 OCT 2026 8:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી શ્રી ટી.આર. ઝેલિયાંગના પુત્ર શ્રી કુચી રંગકાઉ ઝેલિયાંગના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી શ્રી ટી.આર. ઝેલિયાંગના પુત્ર શ્રી કુચી રંગકાઉ ઝેલિયાંગના અકાળ અવસાનથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં ઝેલિયાંગ પરિવાર અને તેમના મિત્રો સાથે મારી સંવેદના છે. દિવંગત આત્માને શાંતિ મળે.
@TRZeliang
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2321640)
મુલાકાતી સંખ્યા : 6