પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવવા માટે ઝામ્બિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિનો આભાર માન્યો


પોસ્ટેડ ઓન: 08 OCT 2026 7:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ પાઠવેલી ઉષ્માભરી શુભેચ્છાઓ માટે ઝામ્બિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી હાકાઇન્ડે હિચિલેમાનો આભાર માન્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ઝામ્બિયા સાથેની તેની મૈત્રીને ખૂબ જ મૂલ્યવાન ગણે છે અને આ ગાઢ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;

“ઉષ્માભરી શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ હિચિલેમા આપનો આભાર.

ભારત ઝામ્બિયા સાથેની તેની મૈત્રીને ખૂબ જ મૂલ્યવાન ગણે છે અને હું આપણી ગાઢ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છું.

@HHichilema”

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2321007) મુલાકાતી સંખ્યા : 5
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Telugu