પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જાળવી રાખવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા


પોસ્ટેડ ઓન: 03 OCT 2026 5:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) જાળવી રાખવા બદલ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ માટે આ ખરેખર આનંદનો પ્રસંગ છે.

શ્રી મોદીએ ભવિષ્યના પ્રયાસો માટે ટીમના સભ્યોને પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;

“ગોલ્ડ મેડલ ફરી એકવાર ભારત લાવ્યો છે! એશિયન ગેમ્સમાં પોતાનો ખિતાબ જાળવી રાખવા બદલ આપણી પુરુષ ક્રિકેટ ટીમને અભિનંદન. દેશ માટે આ ખરેખર આનંદનો પ્રસંગ છે. ભવિષ્યના પ્રયાસો માટે ટીમના સભ્યોને મારી શુભકામનાઓ: PM @narendramodi”

SM/JD


(રીલીઝ આઈડી: 2318717) મુલાકાતી સંખ્યા : 9