ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દિલ્હીના લોકો માટે મુસાફરી સરળ બનાવવા ₹1,941 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો


શ્રી અમિત શાહે ₹1,635 કરોડના ખર્ચે બનેલા બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3 ને દિલ્હીના લોકોને સમર્પિત કર્યો

બારાપુલા એલિવેટેડ રોડ દક્ષિણ દિલ્હી સાથે સિગ્નલ-ફ્રી કનેક્ટિવિટી પૂરી પાડશે, જેનાથી મુસાફરી સરળ બનશે, ટ્રાફિક જામમાંથી રાહત મળશે અને મુસાફરીનો સમય બચશે

શ્રી અમિત શાહે મોદી મિલ-સાવિત્રી સિનેમા ફ્લાયઓવર અને લોની અંડરપાસનો શિલાન્યાસ પણ કર્યો

પોસ્ટેડ ઓન: 29 SEP 2026 6:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે દિલ્હીમાં કનેક્ટિવિટી મજબૂત કરવા અને દિલ્હીના લોકો માટે મુસાફરી સરળ બનાવવા ₹1,941 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે આજે ₹1,635 કરોડના ખર્ચે બનેલા બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3 ને દિલ્હીના લોકોને સમર્પિત કર્યો હતો.

એક્સ (X) પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “દિલ્હીની કનેક્ટિવિટી મજબૂત કરવા અને દિલ્હીના રહેવાસીઓ માટે મુસાફરી સરળ બનાવવા માટે આજે ₹1,941 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ₹1,635 કરોડના ખર્ચે બનેલો બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3 આજે દિલ્હીના રહેવાસીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો. આનાથી પૂર્વ અને દક્ષિણ દિલ્હી વચ્ચે સિગ્નલ-ફ્રી કનેક્ટિવિટી મળશે, જેનાથી આવાગમન વધુ સુગમ બનશે, ટ્રાફિક જામમાંથી રાહત મળશે અને મુસાફરીનો સમય બચશે. આ ઉપરાંત, મોદી મિલ-સાવિત્રી સિનેમા ફ્લાયઓવર અને લોની અંડરપાસનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.”

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2316650) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Tamil