પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 400 મીટર હર્ડલ રેસ કાંસ્ય પદક જીતવા બદલ વિથ્યા રામરાજને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
28 SEP 2026 9:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વિથ્યા રામરાજને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ખરેખર એક શાનદાર દોડ હતી. શ્રી મોદીએ વિથ્યાને અભિનંદન પાઠવ્યા હતા અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ આગામી સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરતા રહે.
એક્સ (X) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"વિથ્યા રામરાજ દ્વારા ખરેખર એક શાનદાર દોડ! તેમણે એશિયન ગેમ્સમાં મહિલાઓની 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિથ્યાને અભિનંદન. તેઓ આગામી સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરતા રહે: PM @narendramodi"
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2316278)
મુલાકાતી સંખ્યા : 8