વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે CSIR-NIScPR દ્વારા પ્રકાશિત પાંચ ભારતીય ભાષાઓમાં લોકપ્રિય વિજ્ઞાન સામયિકોનું લોન્ચિંગ કર્યું

પોસ્ટેડ ઓન: 26 SEP 2026 11:10AM by PIB Ahmedabad

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ના 85મા સ્થાપના દિવસ નિમિત્તે, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહ દ્વારા CSIR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ (CSIR-NIScPR) દ્વારા પ્રકાશિત તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી અને આસામી એમ પાંચ નવા લોકપ્રિય વિજ્ઞાન સામયિકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સામયિકો - આસામીમાં বিজ্ঞান লহৰ (Bigyan Lahar), બંગાળીમાં বিজ্ঞান বৃত্তান্ত (Bigyan Brittanto), મરાઠીમાં विज्ञान क्षितिज (Vidnyan Kshitij), તમિલમાં அறிவியல் அறிக்கையாளர் (Ariviyal Arikkaiyalar), અને તેલુગુમાં విజ్ఞాన్ వెలుగు (Vigyan Velugu) - CSIR-NIScPR ના લોકપ્રિય વિજ્ઞાન પ્રકાશન પોર્ટફોલિયોના એક મહત્વપૂર્ણ વિસ્તરણને ચિહ્નિત કરે છે. આ લોકાર્પણ સંસ્થાની તેની ફ્લેગશિપ મેગેઝિન સાયન્સ રિપોર્ટર (અંગ્રેજી), વિજ્ઞાન પ્રગતિ (હિન્દી) અને સાયન્સ કી દુનિયા (ઉર્દૂ) દ્વારા વિજ્ઞાન સંચારની લાંબી પરંપરા પર આધારિત છે.

લોકાર્પણ સમારોહમાં CSIRના મહાનિર્દેશક અને DSIRના સચિવ ડૉ. એન. કલાઈસેલવી અને CSIR-NIScPRના નિયામક ડૉ. ગીતા વાણી રાયાસમની ઉપસ્થિતએ  શોભા વધારી હતી. CSIR-NIScPR ની પહેલ વિશ્વસનીય અને આકર્ષક વૈજ્ઞાનિક જ્ઞાનને વાચકો માટે તેમની સંબંધિત ભાષાઓમાં સુલભ બનાવવાનો પ્રયાસ કરે છે, સાથે સાથે સંબંધિત પ્રદેશોમાંથી વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીનતાઓ અને વિકાસને પણ ઉજાગર કરે છે.

આ પહેલની એક વિશિષ્ટ વિશેષતા CSIR-NIScPRના હાલના લોકપ્રિય વિજ્ઞાન સામયિકો (વિજ્ઞાન પ્રગતિ, સાયન્સ રિપોર્ટર અને સાયન્સ કી દુનિયા) માંથી પસંદગીની સામગ્રીના અનુવાદને સુવિધાજનક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ છે. એઆઈ-સહાયિત (AI-assisted) અનુવાદોની ત્યારબાદ નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરવામાં આવે છે, પ્રૂફરીડ કરવામાં આવે છે, ફેક્ટ-ચેક કરવામાં આવે છે અને સંપાદકીય રીતે શુદ્ધ કરવામાં આવે છે, જે વૈજ્ઞાનિક ચોકસાઈ, ભાષાકીય ગુણવત્તા અને વાંચનક્ષમતા સુનિશ્ચિત કરે છે. અનુવાદિત સામગ્રીની સાથે, સામયિકો સંબંધિત ભારતીય ભાષાઓમાં લખાયેલા મૂળ લેખો પણ વહન કરે છે, જેનાથી આ ભાષાઓમાં વિજ્ઞાન લેખન અને પ્રદેશની સંબંધિત સિદ્ધિઓને પ્રોત્સાહન મળે છે અને મજબૂતી મળે છે.

આ પાંચ સામયિકોનું પ્રકાશન શ્રી મુકેશ અંબાદાસ પુંડ અને ડૉ. મહેર વાન દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે, જેમાં સંબંધિત સંપાદકો, સંપાદકીય ટીમો, ડિઝાઇન ટીમ અને અન્ય સંસ્થાકીય સ્ટાફના સમર્પિત યોગદાન અને અથાગ પ્રયાસો રહ્યા છે. લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા સંપાદકો અને સંપાદકીય પ્રતિનિધિઓમાં ડૉ. પરમાનંદ બર્મન, સંપાદક, અને ડૉ. બોર્નાલી શર્મા, સહ-સંપાદક, વિજ્ઞાન લહર (આસામી); ડૉ. ઉત્તમ કુમાર જાના, સંપાદક, વિજ્ઞાન વૃત્તાંત (બંગાળી); શ્રી મુકેશ અંબાદાસ પુંડ, સંપાદક, વિજ્ઞાન ક્ષિતિજ (મરાઠી); ડૉ. એસ. ભુવનેશ, સંપાદક, અને ડૉ. એલ. સંધ્યા, સહ-સંપાદક, અરિવિયલ અરિક્કૈયલાર (તમિલ) અને ડૉ. એન. કે. પ્રસન્ના, સંપાદક, વિજ્ઞાન વેલુગુ (તેલુગુ)નો સમાવેશ થાય છે.

આ લોન્ચ CSIR-NIScPR દ્વારા વિજ્ઞાનને વ્યાપક પ્રેક્ષકો સુધી સુલભ બનાવવા અને સમાવિષ્ટ, બહુભાષી અને વૈજ્ઞાનિક રીતે માહિતગાર ભારતના વિઝનને સમર્થન આપવાના ઉદ્દેશ્યમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. CSIRનો 85મો સ્થાપના દિવસ વિજ્ઞાન, ટેકનોલોજી અને રાષ્ટ્રના વિકાસમાં સંસ્થાના 84 વર્ષના યોગદાનને ચિહ્નિત કરે છે.

માનનીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ CSIR ના 85મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે CSIR-NIScPR દ્વારા પ્રકાશિત પાંચ ભારતીય ભાષાઓમાં લોકપ્રિય વિજ્ઞાન સામયિકોનું લોકાર્પણ કરી રહ્યા છે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2315243) મુલાકાતી સંખ્યા : 14