સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

FSSAIએ માત્ર દૂધમાંથી બનાવાતી પ્રોડક્ટ્સને જ 'પનીર' તરીકે દર્શાવવા માટે ડ્રાફ્ટ સુધારાની દરખાસ્ત કરી


FSSAIએ એનાલોગ પ્રોડક્ટ્સના 'પનીર' તરીકેના ગેરમાર્ગે દોરતા માર્કેટિંગને રોકવા માટે પગલાં લીધાં, બિન-દૂધમાંથી બનતી પ્રોડક્ટ્સ માટે 'પનીર' શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી

પોસ્ટેડ ઓન: 24 SEP 2026 7:23PM by PIB Ahmedabad

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ એનાલોગ પ્રોડક્ટ્સના "પનીર" તરીકે ઉત્પાદન અને વેચાણને પ્રતિબંધિત કરવા તેમજ ગ્રાહકોને આવી પ્રોડક્ટ્સના સ્વરૂપ અને બંધારણ વિશે ગેરમાર્ગે દોરાતા અટકાવવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પ્રોહિબિશન એન્ડ રેસ્ટ્રિક્શન્સ ઓન સેલ્સ) રેગ્યુલેશન્સ, 2011 માં ડ્રાફ્ટ સુધારાની દરખાસ્ત કરી છે.

પ્રસ્તાવિત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પ્રોહિબિશન એન્ડ રેસ્ટ્રિક્શન્સ ઓન સેલ્સ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, 2026 માં વર્તમાન નિયમોના રેગ્યુલેશન 2.1.1 હેઠળ એક નવો ક્લોઝ ઉમેરવાની માંગ કરવામાં આવી છે, જે ખાસ કરીને "દૂધમાંથી ન બનેલા ઘટકોમાંથી બનાવેલ પનીર" ને આવરી લે છે.

પ્રસ્તાવિત સુધારા હેઠળ, 'એનાલોગ ઈન ડેરી કન્ટેક્સ્ટ' કેટેગરી હેઠળ પહેલાથી જ લાયસન્સ પ્રાપ્ત અથવા નોંધાયેલ પ્રોડક્ટ્સે તેમના નામકરણ, લેબલિંગ અથવા માર્કેટિંગમાં "પનીર" શબ્દનો ઉપયોગ બંધ કરવાનો રહેશે.

પ્રસ્તાવિત સુધારાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ખાદ્ય ઉત્પાદનોનું નામકરણ અને પ્રસ્તુતિ તેમના સ્વરૂપ અને બંધારણને સચોટ રીતે પ્રતિબિંબિત કરે, જેથી ગ્રાહકો માહિતગાર નિર્ણયો લઈ શકે.

આ નોટિફિકેશન એક ડ્રાફ્ટ રેગ્યુલેશન હોવાથી, FSSAI એ હિતધારકો અને જનતાના સભ્યો પાસેથી વાંધા અને સૂચનો આમંત્રિત કર્યા છે. ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ પર નોટિફિકેશન ધરાવતા ઓફિશિયલ ગેઝેટની નકલો જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાની તારીખથી 60 દિવસ પૂરા થયા પછી વિચારણા કરવામાં આવશે.

વાંધા અથવા સૂચનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI), FDA ભવન, કોટલા રોડ, નવી દિલ્હી – 110002 ના સરનામે મોકલી શકાય છે, અથવા નોટિફિકેશનમાં દર્શાવેલ ઈમેઈલ એડ્રેસ દ્વારા સબમિટ કરી શકાય છે.

પ્રસ્તાવિત સુધારો FSSAI દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 ની જોગવાઈઓ હેઠળ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી સાથે બહાર પાડવામાં આવ્યો છે. મૂળભૂત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પ્રોહિબિશન એન્ડ રેસ્ટ્રિક્શન્સ ઓન સેલ્સ) રેગ્યુલેશન્સ 2011 માં નોટિફાઈ કરવામાં આવ્યા હતા અને તેમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા છે.

નોટિફિકેશનનું ઓફિશિયલ ગેઝેટ આ લિંક દ્વારા મેળવી શકાય છે: https://egazette.gov.in/WriteReadData/2026/276430.pdf

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2314633) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi