સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
TRAIએ ગુજરાત એલએસએ (LSA)માં ગાંધીધામથી સાંતલપુર નેશનલ હાઈવે (NH-27) પર મોબાઈલ નેટવર્ક ક્વોલિટીનું આકલન કર્યું
પોસ્ટેડ ઓન:
22 SEP 2026 1:29PM by PIB Ahmedabad
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની જાણકારી માટે જુલાઈ 2026 મહિના દરમિયાન ગુજરાત LSA માં ગાંધીધામથી સાંતલપુર નેશનલ હાઈવે (NH-27) પર હાથ ધરવામાં આવેલા ઈન્ડિપેન્ડન્ટ ડ્રાઈવ ટેસ્ટ (IDT)ના તારણો જાહેર કર્યા છે. આ ડ્રાઈવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ નેટવર્ક સેવાઓ (વોઈસ અને ડેટા બંને)ની રીયલ ટાઈમ ગુણવત્તાનું આંકલન અને ચકાસણી કરવાનો છે. IDT દરમિયાન, ટ્રાઈ કવરેજ, કોલ ડ્રોપ રેટ (CDR), કોલ સેટઅપ સક્સેસ રેટ (CSSR), ડેટા ડાઉનલોડ (DL) અને અપલોડ (UL) થ્રુપુટ વગેરે જેવા મુખ્ય ક્વોલિટી ઓફ સર્વિસ (QoS) પેરામીટર્સ માટે TSPs ની કામગીરીને કેપ્ચર કરે છે, જે પછી ગ્રાહકોને માહિતગાર કરવા અને TSPs ને તેમની સેવાઓમાં સુધારો કરવા પ્રોત્સાહિત કરવા માટે પ્રકાશિત કરવામાં આવે છે.
આ IDTs શહેરો, હોટસ્પોટ્સ, જાહેર પરિવહન હબ વગેરે જેવા વિવિધ ઉપયોગના વાતાવરણમાં તમામ TSPs ની ગ્રાઉન્ડ પરની મોબાઈલ નેટવર્ક કામગીરીને કેપ્ચર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ પ્રકારના ડ્રાઈવ ટેસ્ટિંગમાં, 2G, 3G, 4G અને 5G નેટવર્ક્સ પર તમામ TSPs ની SIM કાર્ડ્સનો ઉપયોગ કરીને લાઈવ ડેટા અને વોઈસ સેશન્સ સ્થાપિત કરવામાં આવે છે. બહુવિધ અદ્યતન ટેસ્ટ હેન્ડસેટનો ઉપયોગ કરવામાં આવે છે, અને અદ્યતન સોફ્ટવેર સિસ્ટમ્સનો ઉપયોગ કરીને સેશન્સનું રીયલ-ટાઈમમાં મોનિટરિંગ અને વિશ્લેષણ કરવામાં આવે છે.
ટ્રાઈ એ તેની નિયુક્ત એજન્સી દ્વારા 1 જુલાઈ 2026ના રોજ ગાંધીધામથી સાંતલપુર નેશનલ હાઈવે (NH-27) પર 149.1 KMs (ગુજરાત LSA) ને આવરી લેતો ડ્રાઈવ ટેસ્ટ યોજ્યો હતો. આ ટેસ્ટ ટ્રાઈ પ્રાદેશિક કચેરી જયપુરની દેખરેખ હેઠળ યોજવામાં આવ્યો હતો. ડ્રાઈવ ટેસ્ટ અહેવાલોમાં રજૂ કરવામાં આવેલા અવલોકનો ડ્રાઈવ ટેસ્ટ યોજવાના દિવસ/સમયે ટેસ્ટ હેઠળના વિસ્તાર/રૂટ પર TSPs ની કામગીરી દર્શાવે છે.
ડ્રાઈવ ટેસ્ટ રૂટ મેપ: નીચેનો નકશો તેમાં દર્શાવેલ સંકેતો (લેજન્ડ્સ) મુજબ ડ્રાઇવ ટેસ્ટ રૂટની રૂપરેખા પૂરી પાડે છે:

આંકલન કરાયેલા મુખ્ય પેરામીટર્સ કવરેજ ગેપ: સેમ્પલ્સની ટકાવારી, જેના માટે સંબંધિત ટેકનોલોજી (2G/ 3G/ 4G/ 5G) માટે નિર્ધારિત ન્યૂનતમ સિગ્નલ મજબૂતાઈ કરતાં ઓછી સિગ્નલ મજબૂતાઈ જોવા મળી હતી. વોઈસ સેવાઓ: કોલ સેટઅપ સક્સેસ રેટ (CSSR), ડ્રોપ કોલ રેટ (DCR), કોલ સેટઅપ ટાઈમ, કોલ સાયલન્સ રેટ, સ્પીચ ક્વોલિટી (MOS). કોલ સાયલન્સ ઇન્સ્ટન્સ: કોલ દરમિયાન કોલ સાયલન્સની ઘટનાઓની સંખ્યા. ડેટા સેવાઓ: ડાઉનલોડ/ અપલોડ થ્રુપુટ, લેટન્સી, જીટર, પેકેટ ડ્રોપ રેટ.
ગુજરાત LSA માં ગાંધીધામથી સાંતલપુર નેશનલ હાઈવે (NH-27) પર મુખ્ય પેરામીટર્સ માટે એકંદર મોબાઈલ નેટવર્ક કામગીરી નીચે મુજબ સંક્ષિપ્ત કરવામાં આવી છે:
કવરેજ ગેપ - ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G) માં ડ્રાઈવ ટેસ્ટ રૂટ પર વોઈસ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી સિગ્નલ મજબૂતાઈ, એકત્રિત કરાયેલા કુલ સેમ્પલ્સમાંથી નબળી સિગ્નલ મજબૂતાઈ ધરાવતા સેમ્પલ્સની સંખ્યા તરીકે માપવામાં આવી હતી, જે એરટેલ (Airtel) માટે 1253/17251, બીએસએનએલ (BSNL) માટે 2246/14269, આરજીઆઈએલ (RJIL) માટે 225/17324 અને વીઆઈએલ (VIL) માટે 1239/17241 હતી. કવરેજ ગેપની વિગતો જોડાયેલા નકશામાં પૂરી પાડવામાં આવી છે.
ડ્રોપ થયેલા કોલ્સ - ડ્રોપ થયેલા કોલ્સ, સફળતાપૂર્વક સ્થાપિત થયેલા કોલ્સની સંખ્યામાંથી ડ્રોપ થયેલા કોલ્સની સંખ્યા તરીકે માપવામાં આવ્યા હતા, જે એરટેલ માટે 0/85, બીએસએનએલ માટે 11/76, આરજીઆઈએલ માટે 0/86 અને વીઆઈએલ માટે 1/86 હતા. ડ્રોપ થયેલા કોલના સ્થાનોની વિગતો જોડાયેલા નકશામાં પૂરી પાડવામાં આવી છે.
કોલ સાયલન્સ ઇન્સ્ટન્સ - કોલ સાયલન્સ ઇન્સ્ટન્સ, સ્થાપિત થયેલા કુલ કોલ્સમાંથી > 3 સેકન્ડ માટે જોવા મળેલી કુલ સાયલન્સ ઘટનાઓની સંખ્યા તરીકે માપવામાં આવી હતી, જે એરટેલ માટે 7/86, બીએસએનએલ માટે 9/67, આરજીઆઈએલ માટે 1/82 અને વીઆઈએલ માટે 5/83 હતી. કોલ સાયલન્સ ઇન્સ્ટન્સના સ્થાનોની વિગતો જોડાયેલા નકશામાં પૂરી પાડવામાં આવી છે.
ડેટા ડાઉનલોડ અને અપલોડ થ્રુપુટ: ડેટા ડાઉનલોડ કામગીરી (એકંદર): સરેરાશ ડાઉનલોડ સ્પીડ એરટેલ (5G/4G) માટે 146.35 Mbps, બીએસએનએલ (4G/3G/2G) માટે 20.23 Mbps, આરજીઆઈએલ (5G/4G) માટે 223.70 Mbps અને વીઆઈએલ (5G/4G/2G) માટે 23.76 Mbps જોવા મળી હતી. ડાઉનલોડ થ્રુપુટની વિગત જોડાયેલા નકશામાં પૂરી પાડવામાં આવી છે.
ડેટા અપલોડ કામગીરી (એકંદર): સરેરાશ અપલોડ સ્પીડ એરટેલ (5G/4G) માટે 21.00 Mbps, બીએસએનએલ (4G/3G/2G) માટે 6.35 Mbps, આરજીઆઈએલ (5G/4G) માટે 22.18 Mbps અને વીઆઈએલ (5G/4G/2G) માટે 13.00 Mbps જોવા મળી હતી. અપલોડ થ્રુપુટની વિગત જોડાયેલા નકશામાં પૂરી પાડવામાં આવી છે.
ડ્રોપ થયેલા કોલ્સના સ્થાનો જોડાયેલા નકશા પર લાલ ટપકાં (red dot) પર ક્લિક કરીને જોઈ શકાય છે.
IDT દરમિયાન આવરી લેવામાં આવેલા ડ્રાઈવ ટેસ્ટ રૂટ અને વિસ્તારની વિગતો નીચે મુજબ છે: - ગાંધીધામથી સાંતલપુર સામખીયાળી થઈને (NH-27) જે ભચાઉ, લકડીયા, પલાસવા અને આદેશર વગેરેમાંથી પસાર થાય છે.
આ IDT રિપોર્ટના તારણો સંબંધિત TSPs સાથે જો જરૂર હોય તો તેમના તરફથી આગળની જરૂરી કાર્યવાહી કરવા માટે શેર કરવામાં આવ્યા છે. IDT નો વિગતવાર રિપોર્ટ ટ્રાઈની વેબસાઈટ www.trai.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ સ્પષ્ટતા અથવા વધારાની માહિતી માટે, ટ્રાઈની જયપુર ખાતેની પ્રાદેશિક કચેરીને ઈમેઈલ આઈડી adv.jaipur@trai.gov.in પર ઈમેઈલ મોકલી શકાય છે. ટ્રાઈની જયપુર ખાતેની પ્રાદેશિક કચેરીનો ટેલિફોન નંબર 0141-2701919 પર સંપર્ક કરી શકાય છે.
પરિશિષ્ટ જોવા માટે અહીં ક્લિક કરો:-:-
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2313445)
મુલાકાતી સંખ્યા : 19