રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 21થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 20 SEP 2026 6:01PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ 21 થી 23 સપ્ટેમ્બર 2026 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે.

22 સપ્ટેમ્બરે, રાષ્ટ્રપતિ એકતા નગર, કેવડિયા ખાતે 72 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

23 સપ્ટેમ્બરે, રાષ્ટ્રપતિ વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 75 મા વાર્ષિક પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, તેઓ બ્રહ્માકુમારીઝના અભિયાન 'સ્પિરિચ્યુઅલ અવેકનિંગ ફોર વર્લ્ડ રિન્યુઅલ' નો પ્રારંભ કરશે અને વડોદરા ખાતે 'ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ' રિટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ નડિયાદના અભિયાન 'યૂથ ફોર વિકસિત ભારત: અવેકનિંગ ઇનર સ્ટ્રેન્થ ફોર નેશન બિલ્ડિંગ'નો પણ વર્ચ્યુઅલી પ્રારંભ કરશે.

SM/BS/JY


(રીલીઝ આઈડી: 2312737) મુલાકાતી સંખ્યા : 38
આ રીલીઝ વાંચો: Urdu , English , हिन्दी , Tamil , Malayalam