પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
SCDPM 5.0 હેઠળ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી: સ્વચ્છતા અને કાર્યક્ષમતા પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ
પોસ્ટેડ ઓન:
17 SEP 2026 8:43AM by PIB Ahmedabad
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) અને તેની સંસ્થાઓએ સ્પેશિયલ કેમ્પેઈન ફોર ડિસ્પોઝલ ઓફ પેન્ડિંગ મેટર્સ (SCDPM 5.0) ની પાંચમી આવૃત્તિ હેઠળ નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી છે. સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવી, જગ્યાનો મહત્તમ ઉપયોગ, ભંગારનો નિકાલ અને તેના પરિણામે આવકનું સર્જન અને ઝડપી ફરિયાદ નિવારણ પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરીને, મંત્રાલયે તેની સંસ્થાઓ સાથે મળીને અસાધારણ શાસન અને વહીવટી કાર્યક્ષમતા દર્શાવી છે.
SCDPM 5.0ના ભાગરૂપે, મંત્રાલયે ડિસેમ્બર 2025 અને ઓગસ્ટ 2026 વચ્ચે તેની 10 ઓફિસો અને સંસ્થાઓમાં 20 સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી. આ અવિરત પ્રયાસો સંસાધનોના ઉત્તમ ઉપયોગ અને આવકના સર્જનમાં મહત્વના સીમાચિહ્નોમાં પરિવર્તિત થયા છે, જેનાથી વધુ ઉત્પાદક ઉપયોગ માટે 54,815 સ્ક્વેર ફુટ ઓફિસ સ્પેસ ખાલી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભંગાર અને કચરાના નિકાલની પહેલ દ્વારા સરકારી તિજોરી માટે રૂપિયા 1.57 કરોડની નોંધપાત્ર સંચિત આવક ઊભી થઈ છે. વધારામાં, ફાઇલોને પદ્ધતિસર વર્ગીકૃત કરીને દૂર કરવામાં આવી હતી અને 750 ભૌતિક (physical) તથા 177 ઈ-ફાઈલો સફળતાપૂર્વક બંધ કરવામાં આવી હતી, જેનાથી ઓફિસના દસ્તાવેજીકરણને સરળ બનાવવામાં આવ્યું છે અને ડિજિટલ ટ્રાન્ઝિશનને પ્રોત્સાહન મળ્યું છે.
મંત્રાલયે જાહેર ફરિયાદો, મહાનુભાવો તરફથી મળેલા સંદર્ભો અને આંતર-મંત્રાલય પ્રસ્તાવના ઉકેલમાં પણ ઉચ્ચ પ્રતિસાદ અને કાર્યક્ષમતા દર્શાવી છે. એક સંસદીય આશ્વાસન, PMO અને MPs તરફથી અનુક્રમે 17 અને 37 સંદર્ભો અને 304 જાહેર ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. તમામ IMC સંદર્ભો અને જાહેર ફરિયાદ અપીલોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેણે 100% નિકાલ દર પ્રાપ્ત કર્યો છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય SCDPM 5.0ના મુખ્ય સિદ્ધાંતો - વહીવટી પારદર્શિતા વધારવી, અમલદારશાહી કાર્યક્ષમતામાં સુધારો કરવો અને તમામ ઓફિસો અને સંસ્થાઓમાં સ્વચ્છ, હરિયાળું અને નાગરિક-કેન્દ્રી કાર્ય વાતાવરણ સુનિશ્ચિત કરવું - ને જાળવી રાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2311263)
મુલાકાતી સંખ્યા : 14