ગૃહ મંત્રાલય
MHA એ શહઝાદ ભટ્ટી નેટવર્કને UAPA હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કર્યું:- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ
આ કાર્યવાહી આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને અનુરૂપ
આ જૂથ સરહદ પારથી શસ્ત્રો, વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ છે, તે ઉપરાંત યુવાનો અને નાના ગુનેગારોને આતંકવાદમાં ઉશ્કેરે છે
ભારતના લોકશાહી માળખા અને કોમી સૌહાર્દના તાણાવાણાને નિશાન બનાવીને આ સિન્ડિકેટ નફરતભર્યા ડિજિટલ કન્ટેન્ટ પણ પ્રકાશિત કરતી હતી
પોસ્ટેડ ઓન:
16 SEP 2026 7:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે આતંકવાદ સામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સના દ્રષ્ટિકોણને અનુસરીને, ગૃહ મંત્રાલય (MHA) એ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ (UAPA) હેઠળ શહઝાદ ભટ્ટી નેટવર્કને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
X પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “આંતકવાદ સામે પીએમ શ્રી નરેન્દ્ર મોદીજીના ઝીરો ટોલરન્સના દ્રષ્ટિકોણને અનુસરીને, MHA એ શહઝાદ ભટ્ટી નેટવર્કને UAPA હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
આ જૂથ સરહદ પારથી શસ્ત્રો, વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ છે, તે ઉપરાંત યુવાનો અને નાના ગુનેગારોને આતંકવાદમાં ઉશ્કેરે છે. ભારતના લોકશાહી માળખા અને કોમી સૌહાર્દના તાણાવાણાને નિશાન બનાવીને આ સિન્ડિકેટ નફરતભર્યા ડિજિટલ કન્ટેન્ટ પણ પ્રકાશિત કરતી હતી.”
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2311101)
મુલાકાતી સંખ્યા : 15