જળશક્તિ મંત્રાલય
પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) માટે સ્વચ્છ સેવા આંકલન શરૂ કર્યું
ગ્રામીણ સ્વચ્છતા સેવા વિતરણના મૂલ્યાંકન માટે ગ્રામ પંચાયત-સ્તરનું વાર્ષિક ડિજિટલ સ્વ-મૂલ્યાંકન માળખું
સામુદાયિક ભાગીદારી, પારદર્શિતા અને જવાબદારીને મજબૂત કરવા માટે ગ્રામસભાની માન્યતા
પોસ્ટેડ ઓન:
16 SEP 2026 1:41PM by PIB Ahmedabad
જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલે 15 સપ્ટેમ્બર 2026ના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન 'સ્વચ્છ સેવા આકલન' (SSA)નો શુભારંભ કર્યો. આ બેઠકમાં જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી વી. સોમન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ સ્વચ્છતા વિભાગના પ્રભારી મંત્રીઓ, સંબંધિત અધિકારીઓ અને 'સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)'ના મિશન ડાયરેક્ટરો આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
'સ્વચ્છ સેવા આકલન' (SSA) એ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સેવાઓના પ્રદાનના મૂલ્યાંકન અને દેખરેખ માટે 'સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) 2.0' હેઠળ 'પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ' દ્વારા વિકસાવવામાં આવેલ, ગ્રામ પંચાયત સ્તરનું વાર્ષિક ડિજિટલ સ્વ-મૂલ્યાંકન માળખું છે. આ બહુ-સ્તરીય મૂલ્યાંકન માળખું પાયાના સ્તરે સ્વચ્છતા સેવાઓના પ્રદાનને સુદ્રઢ બનાવવા માટે ગ્રામ પંચાયતો, ગ્રામ સભાઓ, ગ્રામીણ જળ અને સ્વચ્છતા સમિતિઓ (VWSC) તેમજ જિલ્લા અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરના અધિકારીઓની સહભાગિતાની કલ્પના કરે છે.
SSA હેઠળ, ODF પ્લસ (મોડેલ) જાહેર કરાયેલ ગ્રામ પંચાયતો, તેમના VWSC અને સ્થાનિક સમુદાયો સાથે મળીને, ગ્રામ પંચાયતમાં ODF ટકાઉપણું, દ્રશ્ય સ્વચ્છતા અને સોલિડ એન્ડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ (SLWM) ની સ્થિતિનું મૂલ્યાંકન કરશે. સ્વચ્છતા અને સામુદાયિક SLWM અસ્કયામતોની કાર્યક્ષમતા અને સંચાલન અને જાળવણી (O & M) ની સ્થિતિનું પણ આંકલાન દ્વારા સ્વ-મૂલ્યાંકન કરવામાં આવશે. આ તારણો સંબંધિત ગ્રામ સભા દ્વારા ચર્ચા અને માન્ય કરવામાં આવશે અને જિલ્લો અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના સત્તાવાળાઓને DWSM/SWSM બેઠકોમાં સમીક્ષા કરવા માટે ઉપલબ્ધ થશે. આ સત્તાવાળાઓ સેવા વિતરણની ખામીઓને ઓળખી શકશે અને પાયાના સ્તરે સુધારાત્મક પગલાં માટે તેમની સંબંધિત સુધારણા યોજનાઓ તૈયાર કરી શકશે.
73મા બંધારણીય સુધારા અધિનિયમની ભાવનાને અનુરૂપ, આ પગલું ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓને તેમની સિદ્ધિઓ તથા પ્રગતિની સમીક્ષા કરવા અને તેમાં સુધારા માટે સુદ્રઢ પ્રયાસો હાથ ધરવા માટે વધુ સક્ષમ બનાવશે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2310833)
મુલાકાતી સંખ્યા : 11