પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 15 SEP 2026 4:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત બંગાળી લેખક શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ પ્રખ્યાત લેખકને યાદ કરતા, શ્રી મોદીએ તેમની સાહિત્યિક કૃતિઓના કાયમી મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જેનો દરેક ભારતીય ભાષા અને કેટલીક વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. તેમણે નોંધ્યું કે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયના લખાણો 19મી સદીના ભારતનું, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના બંગાળી સમાજનું સચોટ અને સંવેદનશીલ ચિત્રણ પૂરું પાડે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પ્રખ્યાત બંગાળી લેખક, બહુમુખી પ્રતિભા ધરાવતા શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

તેમની કૃતિઓ, જેનો દરેક ભારતીય ભાષા અને કેટલીક વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે, તે 19મી સદીના ભારત, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બંગાળી સમાજના તેમના સચોટ ચિત્રણ માટે યાદ કરવામાં આવે છે. સામાજિક સુધારણા, મહિલાઓના અધિકારો અને રાષ્ટ્રવાદ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પણ એટલી જ નોંધપાત્ર હતી.

હું વધુ યુવાનોને આગામી સમયમાં તેમના લખાણો વાંચવા માટે આહ્વાન કરું છું.

 

 

প্রখ্যাত বাঙালি লেখক, বহুমুখী প্রতিভার অধিকারী শরৎচন্দ্র চট্টোপাধ্যায়ের ১৫০তম জন্মবার্ষিকীতে জানাই বিনম্র শ্রদ্ধাঞ্জলি

ভারতের সমস্ত ভাষায় এবং একাধিক আন্তর্জাতিক ভাষায় অনূদিত তাঁর সাহিত্যকর্মগুলি উনিশ শতকের ভারত, বিশেষ করে গ্রামীণ অঞ্চলের বাঙালি সমাজকে সঠিকভাবে চিত্রিত করার জন্য স্মরণীয় হয়ে রয়েছে সামাজিক সংস্কার, নারী অধিকার এবং জাতীয়তাবাদের প্রতি তাঁর দায়বদ্ধতাও সমানভাবে স্মরণীয়

আগামী দিনের তরুণ-তরুণীকে আমি আরও বেশি করে তাঁর রচনা পড়ার জন্য আহ্বান জানাচ্ছি

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2310519) મુલાકાતી સંખ્યા : 9