રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

NHRC, ઈન્ડિયા ગ્લોબલ સાઉથની NHRIના વરિષ્ઠ કક્ષાના પદાધિકારીઓ માટે માનવ અધિકારો પર ITEC એક્ઝિક્યુટિવ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ યોજવા વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરશે


6-દિવસીય કાર્યક્રમ નવી દિલ્હીમાં 14 સપ્ટેમ્બર, 2026ના રોજ શરૂ થશે

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માનવ અધિકારોના વિવિધ આયામો, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણની આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનો અને વિવિધ NHRIના સહભાગીઓમાં જાગૃતિ વધારવા માટે NHRC, ઈન્ડિયાના અનુભવને શેર કરવાનો છે

પોસ્ટેડ ઓન: 13 SEP 2026 11:49AM by PIB Ahmedabad

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC), ઈન્ડિયા વિદેશ મંત્રાલય (MEA)ના સહયોગથી 14 થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન નવી દિલ્હીમાં ગ્લોબલ સાઉથની નેશનલ હ્યુમન રાઈટ્સ ઈન્સ્ટિટ્યુશન્સ (NHRI)ના વરિષ્ઠ કક્ષાના પદાધિકારીઓ માટે માનવ અધિકારો પર 6 દિવસીય ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (ITEC) એક્ઝિક્યુટિવ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન NHRC, ઈન્ડિયાના અધ્યક્ષ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યન દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભાગ લેનાર NHRIની ક્ષમતાઓને મજબૂત કરવાનો અને તેમના અનુરૂપ દેશોમાં માનવ અધિકારોની પ્રગતિ અને સંરક્ષણમાં સહયોગને પ્રોત્સાહન આપવાના દ્રષ્ટિકોણથી અનુભવો અને શ્રેષ્ઠ પ્રણાલીઓની આપ-લે કરવાની સુવિધા આપવાનો છે. કમિશન દ્વારા આયોજિત અગાઉના ચાર ITEC કેપેસિટી-બિલ્ડિંગ પ્રોગ્રામ્સ દરમિયાન પ્રાપ્ત થયેલા પ્રતિસાદ અને ભાગ લેનાર NHRIની જરૂરિયાતોના આધારે આ કસ્ટમાઈઝ્ડ પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો છે. 15 NHRIના 41 વરિષ્ઠ કક્ષાના પદાધિકારીઓ હાજરી આપે તેવી ધારણા છે.

આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર માળખાનો વિકાસ, સમકાલીન માનવ અધિકારના મુદ્દાઓ, માનવ અધિકાર અને વ્યાપાર, માનવ અધિકારો પર નવી ટેકનોલોજીની અસર અને સશક્ત વિકાસ સહિતની થીમ્સ આવરી લેવામાં આવશે. સહભાગીઓ વૈશ્વિક માનવ અધિકાર સંવાદના સંદર્ભમાં, તેની ફરિયાદ વ્યવસ્થાપન અને તપાસ પ્રણાલી સહિત NHRC, ઈન્ડિયાની કામગીરી અંગે પણ આંતરદ્રષ્ટિ મેળવશે.

ત્રણ દાયકાથી વધુના NHRC, ઈન્ડિયાના અનુભવને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ગ્લોબલ સાઉથમાં હિમાયત, અમલીકરણ અને સંસ્થાકીય મજબૂતીકરણ માટે NHRI વચ્ચે પરસ્પર શિક્ષણ અને અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. કેપેસિટી બિલ્ડિંગ અને તાલીમમાં વિષય નિષ્ણાતો ધરાવતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સંસાધન વ્યક્તિઓ (રિસોર્સ પર્સન્સ) તરીકે સેવા આપશે.

સહભાગીઓ અગ્રણી પ્રેક્ટિશનરો સાથે પરસ્પર સંવાદાત્મક સત્રો, સાંસ્કૃતિક વિનિમય અને ક્ષેત્રીય મુલાકાતોમાં જોડાશે. આ કાર્યક્રમ ગ્લોબલ સાઉથની NHRI વચ્ચે સંવાદ અને આપ-લે માટે તકો પૂરી પાડશે, જે પ્રદેશભરમાં માનવ અધિકાર સંસ્થાઓ અને સહયોગને મજબૂત કરવા માટે NHRC, ઈન્ડિયાની પ્રતિબ્ધતાને દર્શાવે છે.

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2309678) મુલાકાતી સંખ્યા : 7