ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 11-12 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
10 SEP 2026 6:15PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 11-12 સપ્ટેમ્બર, 2026 ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની તેમની પ્રથમ મુલાકાતે જશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સિલવાસાની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ગવર્નમેન્ટ કોલેજ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
ઉપરાષ્ટ્રપતિ સિલવાસામાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર અને નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને દમણમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ નમો હોસ્પિટલ સહિત કેન્દ્રશાસિત પ્રદેશની મુખ્યા સંસ્થાઓ અને વિકાસલક્ષી પહેલોની પણ મુલાકાત લેશે.
તેઓ દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સીફ્રન્ટ અને નમોપથ સીફ્રન્ટ સહિતના મહત્વના પ્રવાસન અને વોટરફ્રન્ટ વિકાસ સ્થળોની પણ મુલાકાત લેશે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2308930)
મુલાકાતી સંખ્યા : 22