પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હિઝ હાઈનેસ પ્રિન્સ રહીમ આગા ખાન V એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રીએ ભારતના વિકાસની પ્રાથમિકતાઓમાં એકેડીએન (AKDN) ના લાંબા સમયના યોગદાનની પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ વારસાના સંરક્ષણ અને પુનઃસ્થાપનમાં નેટવર્કના કાર્યની પ્રશંસા કરી

હિઝ હાઈનેસ આગા ખાને ભારતના સમાવેશી વિકાસ અને સામાજિક પ્રગતિ માટે AKDNની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પોસ્ટેડ ઓન: 10 SEP 2026 6:25PM by PIB Ahmedabad

આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) ના ચેરમેન હિઝ હાઈનેસ પ્રિન્સ રહીમ આગા ખાન V એ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતમાં એકેડીએન (AKDN) ના લાંબા સમયના યોગદાનની, ખાસ કરીને સસ્ટેનેબલ શહેરી વિકાસ, જળ સંરક્ષણ, આરોગ્ય સંભાળ, ગ્રામીણ સ્વચ્છતા, યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ દેશભરમાં ઐતિહાસિક સ્થળોના પુનઃસ્થાપન અને પુનરોદ્ધાર દ્વારા ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવામાં એકેડીએન (AKDN) ના અગ્રણી પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

હિઝ હાઈનેસ આગા ખાને ભારતના સમાવેશી વિકાસ અને સામાજિક પ્રગતિ માટે એકેડીએન (AKDN) ની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ભારતના પરિવર્તનકારી વિકાસ પહેલોની પ્રશંસા કરી અને માનવ કલ્યાણને આગળ ધપાવવામાં નવીનતા (ઇનોવેશન) ની ભૂમિકા પર પોતાના દ્રષ્ટિકોણ શેર કર્યા હતા.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2308898) મુલાકાતી સંખ્યા : 7