પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતી પર પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 08 SEP 2026 11:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન ડૉ. ભૂપેન હજારિકાને તેમની 100મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ડૉ. ભૂપેન હજારિકાનો અવાજ આસામની આત્મા અને ઉત્તરપૂર્વના ભાવનાને સમગ્ર દેશમાં પહોંચાડે છે. તેમણે કહ્યું કે ડૉ. હજારિકાએ તેમના સંગીત દ્વારા અસંખ્ય લોકોના વિચારો અને લાગણીઓને સુંદર રીતે વ્યક્ત કરી અને લોકોને એકબીજાની નજીક લાવ્યા છે.

શ્રી મોદીએ ગયા વર્ષે ગુવાહાટીમાં ડૉ. હજારિકાના જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆતમાં હાજરી આપ્યાનું ઉષ્માપૂર્વક યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભૂપેન દાનું જીવન અને કાર્ય પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું; 

“તેમની 100મી જન્મજયંતી પર મહાન ડૉ. ભૂપેન હજારિકાજીને યાદ કરી રહ્યો છું. તેમનો અવાજ સમગ્ર રાષ્ટ્ર સુધી અસમની આત્મા અને પૂર્વોત્તરની ભાવના પહોંચાડતો હતો. તેમના સંગીત દ્વારા તેમણે અસંખ્ય લોકોના વિચારો અને ભાવનાને સુંદર રીતે અભિવ્યક્તિ આપી. તેમના ગીતો લોકોને નજીક લાવ્યા. 

હું ગયા વર્ષે ગુવાહાટીમાં તેમના જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆતમાં હાજરી આપ્યાનું ઉષ્માપૂર્વક યાદ કરું છું. ભૂપેન દાનું જીવન અને કાર્ય પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2307740) મુલાકાતી સંખ્યા : 18