સંરક્ષણ મંત્રાલય
DACએ સંરક્ષણ દળો માટે આશરે રૂ. 1.10 લાખ કરોડના કેપિટલ એક્વિઝિશન પ્રસ્તાવ મંજૂર કર્યા
પોસ્ટેડ ઓન:
07 SEP 2026 4:15PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ 07 સપ્ટેમ્બર, 2026 ના રોજ આશરે રૂ. 1,10,000 કરોડના અંદાજિત ખર્ચે સંરક્ષણ દળોના વિવિધ એક્વિઝિશન પ્રસ્તાવોને એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી (AoN) એટલે કે સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી આપી હતી. ભારતીય સેના માટે, કેમિકલ બાયોલોજિકલ રેડિયોલોજિકલ એન્ડ ન્યુક્લિયર (CBRN) રેકી વ્હીકલ્સ, હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMV), સેલ્ફ-પ્રોપેલ્ડ મિકેનિકલ માઇન લેયર્સ (MML), એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ (ALHs), ટ્રોલ ટેન્ક્સ અને સર્વત્ર બ્રિજ સિસ્ટમની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી હતી.
CBRN રેકી વ્હીકલ્સ CBRN એજન્ટોથી દૂષિત વિસ્તારોને શોધવા, ઓળખવા, મોનિટર કરવા અને માર્ક કરવા માટે સક્ષમ હશે. HMVs પડકારરૂપ ભૂપ્રદેશોમાં ઓપરેશનલ ક્ષમતાઓ, લોજિસ્ટિક સહાય અને ગતિશીલતા (મોબિલિટી)માં વધારો કરશે. MMLs મુશ્કેલ ભૂપ્રદેશોમાં ઝડપી અને પ્રતિભાવશીલ માઇનલેઇંગની દ્રષ્ટિએ ઇચ્છિત ઓપરેશનલ ક્ષમતા પ્રાપ્ત કરશે. ALHs ભારતીય સેના અને ભારતીય વાયુસેના માટે તમામ ભૂપ્રદેશો અને ઓપરેશનલ પરિસ્થિતિઓમાં જટિલ મિશનો પાર પાડશે. ટ્રોલ ટેન્ક્સ અને બ્રિજ સિસ્ટમનો ઉપયોગ વિવિધ ભૂપ્રદેશોમાં કામગીરી દરમિયાન લડાયક રચનાઓને કમ્પોઝિટ ક્રોસિંગ પ્રદાન કરવા માટે કરવામાં આવશે.
ભારતીય નૌકાદળ માટે, અરુધ્રા રડારની ખરીદી, મરીન ગેસ ટર્બાઇન (MGT) ની ડિઝાઇન અને વિકાસ તેમજ ત્યારબાદની ખરીદી માટે AoN મંજૂર કરવામાં આવ્યું હતું. અરુધ્રા રડાર વિવિધ નેવલ એર સ્ટેશનો પર વર્તમાન એર રૂટ સર્વેલન્સ રડારનું સ્થાન લેશે અને યુદ્ધ જહાજ પ્રોપલ્શન સિસ્ટમ ધરાવતું MGT, વિદેશી વિક્રેતાઓ પરની નિર્ભરતા ઘટાડશે.
ભારતીય વાયુસેના માટે, ફાઇટર, ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટરની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા માટેના વિવિધ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. ગ્રાઉન્ડ-બેસ્ડ મલ્ટિ-પર્પઝ જેમોર (GBMPJ) ની ખરીદી અને ડિફેન્સ ફોર્સીસ સિક્યોર એક્સેસ કાર્ડ (DEFSAC) સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. GBMPJ વિરોધીઓના રડાર સામે અસરાકારક જામિંગ પ્રદાન કરશે અને DEFSAC હાલના કાગળ આધારિત ઓળખ કાર્ડ/પાસ/પરમિટના સ્થાને ઇન્ટરઓપરેબલ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન-આધારિત સ્માર્ટ કાર્ડ સિસ્ટમ લાવશે.
મંજૂર કરાયેલા કુલ AoNs માંથી, આશરે 98% ખરીદી ભારતીય ઉદ્યોગમાંથી કરવામાં આવશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2307485)
મુલાકાતી સંખ્યા : 26