પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શીખનારાઓને માહિતીથી જ્ઞાન તરફ માર્ગદર્શન આપવામાં શિક્ષકોની સક્રિય ભૂમિકા પર પ્રકાશ પાડતો કેન્દ્રીય મંત્રીનો લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 05 SEP 2026 3:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી પ્રહલાદ જોશી દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કેન્દ્રીય મંત્રી લખે છે કે શિક્ષકોની ઉજવણી કરવાની ભારતની સતત પરંપરા જ્ઞાન આપનારાઓ પ્રત્યે દર્શાવવામાં આવતા ઊંડા આદરને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આ લેખ શીખનારને માહિતીથી સમજણ તરફ અને સમજણથી જ્ઞાન (wisdom) તરફ માર્ગદર્શન આપવામાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે, તેમજ એ બાબત તરફ ઈશારો કરે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શીખનારને શિક્ષણના કેન્દ્રમાં રાખીને આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @JoshiPralhad લખે છે કે શિક્ષકોની ઉજવણી કરવાની ભારતની સતત પરંપરા જ્ઞાન આપનારાઓ પ્રત્યે દર્શાવવામાં આવતા ઊંડા આદરને પ્રતિબિંબિત કરે છે.

તેઓ શીખનારને માહિતીથી સમજણ તરફ અને સમજણથી જ્ઞાન તરફ માર્ગદર્શન આપવામાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે. તેઓ કહે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શીખનારને શિક્ષણના કેન્દ્રમાં રાખીને આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.”

SM/JD


(રીલીઝ આઈડી: 2306942) મુલાકાતી સંખ્યા : 7