રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અશ્વિની વૈષ્ણવે રેલવે સુરક્ષા, ટેકનિકલ અને મેન્ટેનન્સ સંબંધિત ખામીઓમાં સુધારા માટે નિર્દેશ આપ્યા


હલકી ગુણવત્તાવાળા પુરવઠા અને ઇરાદાપૂર્વકની બેદરકારી સામે કડક કાર્યવાહી

પોસ્ટેડ ઓન: 03 SEP 2026 7:23PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલ ભવન ખાતે એક વિગતવાર સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, રેલવે બોર્ડ; રેલવે બોર્ડના સભ્યો, ઝોનલ રેલવેના જનરલ મેનેજરો, ડાયરેક્ટર જનરલો (DGs) અને ડિવિઝનલ રેલવે મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન, રેલવે મંત્રીએ સિંગ્નલિંગ સંબંધિત ટેકનિકલ ખામીઓને મિશન મોડમાં દૂર કરવા નિર્દેશ આપ્યા હતા. ઓવરહેડ ઇક્વિપમેન્ટના સંદર્ભમાં, તેમણે એવા સ્થળોએ જ્યાં ઘટકોએ તેમની નિર્ધારિત સેવા અવધિ પૂર્ણ કરી લીધી છે ત્યાં તેમની મેન્ટેનન્સ અને બદલી માટે જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

રેલવે મંત્રીએ કોચના મેન્ટેનન્સ, ખાસ કરીને ફાયર સેફ્ટીને સંબંધિત ઈલેક્ટ્રિકલ સર્કિટ્સ અને વાયરિંગ પર વિશેષ ધ્યાન આપીને વર્કશોપમાં મેન્ટેનન્સના સ્તરને સુધારવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમણે વેગન અને કોચના કપલર્સ અને વ્હીલ્સના મેન્ટેનન્સ પર પણ ધ્યાન આપવા જણાવ્યું હતું.

ટ્રેક મેન્ટેનન્સના સંદર્ભમાં, પોઈન્ટ મશીનો, ટર્નઆઉટ્સ અને ફાસ્ટનર્સનો યોગ્ય નિભાવ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જ્યાં પણ ફાસ્ટનર્સ ગાયબ હોય, ત્યાં તેમના ઇન્સ્ટોલેશન માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.

બેઠકમાં હલકી ગુણવત્તાવાળા પુરવઠાના કિસ્સામાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. સિંગ્નલિંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઓવરહેડ ઇક્વિપમેન્ટ, ટ્રેક, કોચ અથવા વેગન સંબંધિત મટિરિયલ્સની ગુણવત્તામાં કોઈ ખામી જણાશે તો સંબંધિત સપ્લાયર સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. ઇરાદાપૂર્વકની બેદરકારીના કિસ્સામાં, સંબંધિત સપ્લાયરને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

રેલવે મંત્રીએ તમામ અધિકારીઓને જિલ્લા અને રાજ્ય વહીવટીતંત્ર સાથે સંકલન સાધવા અને એવા સ્થળોએ અગાઉથી તૈયારીઓ કરવા જણાવ્યું હતું કે જ્યાં તહેવારો અથવા મેળાઓને કારણે મુસાફરોની ભીડમાં અચાનક વધારો થવાની ક્ષમતા હોય, જેથી ત્યાં સમયસર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2306547) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , Odia , Telugu , Kannada