ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
સેમિકોન ઇન્ડિયા 2026 માટે મીડિયા એડવાઇઝરી
સેમિકોન ઇન્ડિયા 2026 માટે મીડિયા રજિસ્ટ્રેશન શરૂ
પોસ્ટેડ ઓન:
03 SEP 2026 5:52PM by PIB Ahmedabad
સેમિકોન ઇન્ડિયા 2026 માટે મીડિયા રજિસ્ટ્રેશન હવે શરૂ થઈ ગયું છે. સેમિકોન ઇન્ડિયાની પાંચમી આવૃત્તિ 17 થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન યશોભૂમિ (ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર), નવી દિલ્હી ખાતે “સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમ” થીમ સાથે યોજાશે.
મીડિયાકર્મીઓ સેમિકોન ઇન્ડિયાના સત્તાવાર રજિસ્ટ્રેશન પોર્ટલ SEMICON India registration portal દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે મીડિયાકર્મીઓએ “Register Now” લેન્ડિંગ પેજ પર “Visitors” પસંદ કરીને એકાઉન્ટ બનાવવાનું રહેશે. લોગ ઇન કર્યા પછી, અરજદારોએ તેમની બેઝિક વિગતો પૂરી પાડવાની રહેશે અને તેમની કેટેગરી તરીકે “Media” પસંદ કરવાનું રહેશે.
મીડિયાકર્મીઓ 17 સપ્ટેમ્બર 2026 ના રોજ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે તેમની પસંદગી પણ દર્શાવી શકે છે. હાજરી ઉપલબ્ધતાના આધારે અંતિમ પુષ્ટિને આધીન રહેશે.
મુખ્ય વક્તવ્યો, વર્કશોપ અને પેનલ ચર્ચાઓ વિશે જાણવા માટે મીડિયાકર્મીઓ સેમિકોન ઇન્ડિયા વેબસાઇટ પર “પ્રોગ્રામ એટ એ ગ્લાન્સ” નો સંદર્ભ પણ લઈ શકે છે.
સેમિકોન ઇન્ડિયા વિશે
સેમિકોન ઇન્ડિયા એ ભારતની અગ્રણી સેમિકન્ડક્ટર કોન્ફરન્સ અને એક્ઝિબિશન છે, જેનું સંયુક્ત રીતે આયોજન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM), ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY), ભારત સરકાર અને SEMI દ્વારા કરવામાં આવે છે. તે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ભારતને એક વિશ્વસનીય વૈશ્વિક હબ બનાવવાના વિઝનને ટેકો આપવાની સાથે સહયોગ, નવીનતા, ઉત્પાદન, રોકાણ અને પ્રતિભા વિકાસને આગળ વધારવા માટે વૈશ્વિક સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમને એકસાથે લાવવા માટેના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.
સેમિકોન ઇન્ડિયા વિશે વધુ માહિતી માટે, આ લિંક પર જાઓ
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2306520)
મુલાકાતી સંખ્યા : 17