ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દિલ્હીમાં મેક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું
આ નવું બિલ્ડિંગ લોકસેવામાં હોસ્પિટલ ચેઇનની 25 વર્ષની સફરમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે
આ નવો ઉમેરો આ સેવાઓને વધુ વિસ્તારશે, જેથી વધુ લોકોને લાભ મળશે
પોસ્ટેડ ઓન:
03 SEP 2026 6:03PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે દિલ્હીના સાકેત ખાતે મેક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.


X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “દિલ્હીના સાકેતમાં મેક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ નવી સુવિધા લોકોસેવામાં હોસ્પિટલ ચેઇનની 25 વર્ષની સફરમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે, જેમાં તેણે માત્ર છેલ્લા એક વર્ષમાં જ 3.60 લાખ લોકોને ₹244 કરોડની કિંમતની અત્યાધુનિક મફત તબીબી સંભાળ પૂરી પાડી છે. આ નવો ઉમેરો આ સેવાઓને વધુ વિસ્તારશે, જેથી વધુ લોકોને લાભ મળશે.”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2306509)
મુલાકાતી સંખ્યા : 8