પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાન અભિનેતા ઉત્તમ કુમારને તેમની જન્મ શતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપી

પોસ્ટેડ ઓન: 03 SEP 2026 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન અભિનેતા ઉત્તમ કુમારને તેમની જન્મ શતાબ્દી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રીએ તેમને એક મહાન કલાકાર તરીકે વર્ણવ્યા જેમનો શાશ્વત અભિનય પેઢી દર પેઢી લોકોને જોડતા રહે છે. તેમણે તાજેતરના "મન કી બાત" કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત અભિનેતા વિશે પોતાના વિચારો પણ શેર કર્યા.

"X" પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"મહાનાયક ઉત્તમ કુમાર... એક મહાન કલાકાર જેમનો શાશ્વત અભિનય પેઢી દર પેઢી લોકોને જોડે છે.

તેમની જન્મશતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ.

વધુમાં, ગયા રવિવારે #MannKiBaat માં મેં તેમના વિશે જે કહ્યું હતું તે હું શેર કરી રહ્યો છું."

মহানায়ক উত্তম কুমার... এক কিংবদন্তি যাঁর কালজয়ী পরিবেশনা প্রজন্মান্তরের মানুষের সঙ্গে সংযোগ স্থাপন করে চলেছে।  
তাঁর জন্মশতবার্ষিকীতে শ্রদ্ধাঞ্জলি।  
গত রবিবার #MannKiBaat অনুষ্ঠানে আমি তাঁর সম্পর্কে যা বলেছিলাম, তাও শেয়ার করছি।"

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2306212) મુલાકાતી સંખ્યા : 12