પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 2 સપ્ટેમ્બરે જળ સુરક્ષા પરની વિભાગીય સમિટના સમાપન સત્રમાં ભાગ લેશે
ટીમ ઈન્ડિયાની ભાવનાને મજબૂત કરવા અને સહકારી ફેડરલિઝમને ગાઢ બનાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પિત સમિટની શ્રેણીમાં આ પ્રથમ સમિટ છે
સમિટ પ્રાથમિકતાઓ પર વિચાર-વિમર્શ કરવા અને સમયબદ્ધ કાર્યયોજનાઓ વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્યોને એક મંચ પર લાવે છે
સમિટ જળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ, જળ સંચય જન ભાગીદારી, પીવાના પાણીના સ્ત્રોતનાં ટકાઉપણાં અને જલ જીવન મિશન 2.0ને આવરી લેતા ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે
પોસ્ટેડ ઓન:
01 SEP 2026 5:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે અંદાજે 4:30 વાગ્યે સુષ્મા સ્વરાજ ભવન, નવી દિલ્હી ખાતે જળ શક્તિ મંત્રાલયની વિભાગીય સમિટના સમાપન સત્રમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે.
1-2 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાઈ રહેલી આ બે દિવસીય વિભાગીય સમિટ, ટીમ ઈન્ડિયાની ભાવનાને મજબૂત કરવા, સહકારી ફેડરલિઝમને ગાઢ બનાવવા અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચેના ગાઢ સહયોગ દ્વારા રાષ્ટ્રીય પ્રાથમિકતાઓની સામૂહિક માલિકીને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પિત વિભાગીય સમિટની શ્રેણીમાં પ્રથમ છે. આ પહેલ જટિલ ક્ષેત્રીય પ્રાથમિકતાઓ પર સંયુક્ત રીતે વિચાર-વિમર્શ કરવા અને અમલીકરણ તથા પરિણામોને ઝડપી બનાવવા માટે એક સંરચિત મંચ પૂરો પાડે છે.
આ સમિટ મુખ્ય પ્રાથમિકતાઓ પર વિચાર-વિમર્શ કરવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા, અમલીકરણના પડકારોને દૂર કરવા અને સમયબદ્ધ કાર્યયોજનાઓ વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના રાજકીય નેતૃત્વ અને વરિષ્ઠ અધિકારીઓને એકસાથે લાવશે. આ પહેલનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય લક્ષ્યો માટે વહેંચાયેલી જવાબદારીને પ્રોત્સાહન આપવાનો અને વિચાર-વિમર્શ શાસન તથા સેવા વિતરણમાં માપી શકાય તેવા સુધારાઓમાં પરિવર્તિત થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
આ સમિટ ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે:
· જળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ
· જળ સંચય જન ભાગીદારી - કેચ ધ રેન
· પીવાના પાણીની પ્રણાલીઓના સ્ત્રોતોની સતતતા (સોર્સ સસ્ટેનેબિલિટી)
· જલ જીવન મિશન 2.0 હેઠળ ગ્રામીણ પીવાના પાણીના પુરવઠાની યોજનાઓની કામગીરી અને જાળવણી
આ પરામર્શના પરિણામે જળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા, જળ સંરક્ષણમાં જનભાગીદારી વધારવા, પીવાના પાણીના ટકાઉ સ્ત્રોતો સુનિશ્ચિત કરવા અને ગ્રામીણ પીવાના પાણીની સેવાઓની વિશ્વસનીયતા તથા જવાબદારી સુધારવા માટે કોંક્રિટ (નક્કર) અને સમયબદ્ધ કાર્યો થાય તેવી અપેક્ષા છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2305576)
મુલાકાતી સંખ્યા : 10