નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

DRI દ્વારા સોનાની તસ્કરી સામેની કાર્યવાહીમાં રૂ. 65 કરોડથી વધુની કિંમતનું 42 કિગ્રાથી વધુ વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું


કોલકાતા, મુંબઈ, કેરળ અને અન્ય સ્થળોએ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા અનેક ઓપરેશન્સમાં 25 વ્યક્તિઓની અટકાયત/ધરપકડ કરવામાં આવી

પોસ્ટેડ ઓન: 31 AUG 2026 9:30PM by PIB Ahmedabad

સંગઠિત સોનાની તસ્કરી સામે તેની સતત કાર્યવાહી ચાલુ રાખતા, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા તાજેતરના દિવસોમાં દેશભરમાં ગુપ્ત માહિતીના આધારે શ્રેણીબદ્ધ ઓપરેશન્સ હાથ ધરીને 42 કિગ્રાથી વધુ વિદેશી મૂળનું સોનું અને લગભગ 10 કિગ્રા ચાંદી જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત રૂ. 65 કરોડથી વધુ થાય છે, અને 5 વિદેશી નાગરિકો સહિત 25 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઓપરેશન્સથી વિવિધ અને અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી (કાર્યપદ્ધતિ) ખુલ્લી પડી છે, જેમાં ખાસ બનાવવામાં આવેલા વાહનોના ખાંચામાં છુપાવવું, શરીરમાં છુપાવવું, ટ્રાન્ઝિટ મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓનો ઉપયોગ કરવો અને જમીની તથા દરિયાકાંઠાના માર્ગો દ્વારા તસ્કરી કરવાનો સમાવેશ થાય છે.

મુંબઈ એરપોર્ટ પર મોટું ઓપરેશન 

28/29.08.26ના રોજ, DRI એ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ દ્વારા વિદેશી મૂળના સોનાની તસ્કરીમાં સામેલ એક સુસંગઠિત સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટમાં દુબઈ, બેંગકોક અને માલે સહિતના સ્થળોએથી મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરતા વિદેશી નાગરિકો, તેમજ મુંબઈ ખાતે તસ્કરી કરાયેલા સોનાને ગુપ્ત રીતે બહાર કાઢવામાં મદદ કરનાર એરપોર્ટ સ્ટાફનો એક સભ્ય સામેલ હતો. મીણના સ્વરૂપમાં 24-કેરેટ સોનાની ધૂળ ધરાવતા કુલ 16 કેપ્સ્યુલ, જેનું વજન 6.85 કિગ્રા છે, રિકવર કરીને જપ્ત કરવામાં આવ્યા હતા.

મુંબઈ એરપોર્ટ પર મીણના સ્વરૂપમાં 6.85 કિગ્રા સોનું જપ્ત કરાયું 

આ ઓપરેશનના પરિણામે છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરી રહેલા પાંચ વિદેશી નાગરિકો અને એક એરપોર્ટ સ્ટાફ સભ્યનો સમાવેશ થાય છે. આ ઓપરેશન ફરી એકવાર દર્શાવે છે કે સંગઠિત નેટવર્ક્સ તસ્કરી કરાયેલા સોનાને ગુપ્ત રીતે બહાર કાઢવા માટે ટ્રાન્ઝિટ રૂટ્સ અને એરપોર્ટ કર્મચારીઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.

કોલકાતા/પશ્ચિમ બંગાળમાં મોટી જપ્તી 

29.08.26ના રોજ, NSCBI એરપોર્ટ, કોલકાતા ખાતે ગુપ્ત માહિતીના આધારે કરાયેલા બે અલગ-અલગ ઓપરેશન્સમાં, DRIના અધિકારીઓએ અનુક્રમે બેંગકોક અને દુબઈથી મુસાફરી કરી રહેલા બે મુસાફરોને અટકાવ્યા હતા, જેઓ સોનાની તસ્કરી કરતા સિન્ડિકેટનો ભાગ હોવાની શંકા હતી.

નડિયા જિલ્લામાં BSFના સમન્વયથી DRI દ્વારા 15.61 કિગ્રા સોનું જપ્ત કરાયું 

દુબઈથી આવતા બે મુસાફરો વાળા એક કેસમાં, બે મુસાફરોના અન્ડરગાર્મેન્ટ્સ અને જીન્સમાં સોનું ધરાવતી અર્ધ-પ્રવાહી પેસ્ટ છુપાયેલી મળી આવ્યા બાદ 4.87 કિગ્રા સોનું રિકવર કરવામાં આવ્યું હતું. આ સામગ્રીને ઓગાળીને બાર (પાટ) સ્વરૂપે મેળવેલ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય એક કેસમાં, બેંગકોકથી આવતી ફ્લાઇટમાં, એક મુસાફર પાસેથી 11 કાચી ચેઇનના સ્વરૂપમાં 3.36 કિગ્રા વિદેશી મૂળનું સોનું રિકવર કરવામાં આવ્યું હતું, જે તેને ગ્રીન ચેનલ ક્રોસ કરવા માટે બીજા મુસાફર દ્વારા આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.

તે જ દિવસે, અન્ય એક કેસમાં, DRI એ 15.61 કિગ્રા વજનના વિદેશી મૂળના સોનાના 125 બાર (પાટ) જપ્ત કર્યા હતા. નડિયા જિલ્લાના બાાનપુર ગામમાં એક મહિલાના રહેણાંક પરિસરમાં સરપ્રાઈઝ સર્ચ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો દ્વારા BOP ટુંગી ખાતેથી તે રિકવર કરવામાં આવ્યું હતું. DRI દ્વારા તપાસ દરમિયાન, મહિલાએ ઘરના પુરૂષો સાથે કથિત તસ્કરીની પ્રવૃત્તિમાં પોતાની સંડોવણી કબૂલી હતી. કસ્ટમ્સ એક્ટ, 1962 ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

BSFના સમન્વયથી DRI દ્વારા 1.74 કિગ્રા સોનું જપ્ત કરાયું

કેરળમાં વધુ બે જપ્તી

29.08.2026ના રોજ કેરળમાં બે અલગ-અલગ ઓપરેશન્સમાં, DRI કોચીન ઝોનલ યુનિટ અને તેના કાલીકટ રિઝનલ યુનિટે અનુક્રમે રાસ અલ ખૈમાહ અને જેદ્દાહથી આવતા મુસાફરોને અટકાવ્યા હતા. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, રાસ અલ ખૈમાહથી આવતા એક મુસાફરના શરીર પર છુપાવેલી કમ્પાઉન્ડ સ્વરૂપમાં સોનાની બે પેકેટમાંથી 1.78 કિગ્રા સોનું કાઢવામાં આવ્યું હતું; મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.

કાલીકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, DRI અધિકારીઓએ, એર ઇન્ટેલિજન્સ યુનિટ સાથે મળીને, જેદ્દાહથી આવતા એક મુસાફર દ્વારા લાવવામાં આવેલી ઇસ્ત્રીના ભારે એલોય ભાગની અંદર ખાસ બનાવેલા ખાંચામાં છુપાવેલું 24-કેરેટ વિદેશી મૂળનું 549 ગ્રામ સોનું શોધી કાઢ્યું હતું. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું અને મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.

સપ્તાહના પ્રારંભમાં, 26–27.08.2026ના રોજ, DRIએ BSFના ,સહયોગથી, ભારત-બાંગ્લાદેશ સરહદ પર વિદેશી મૂળના સોનાની કેટલીક નોંધપાત્ર જપ્તી પણ કરી હતી. DRI યુનિટના અધિકારીઓએ બે અલગ-અલગ ઓપરેશન્સમાં 935 ગ્રામ અને 1.74 કિગ્રા વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું હતું, જેના પરિણામે દરેક કેસમાં એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

કોલકાતામાં અન્ય એક ઓપરેશનમાં, થાઇલેન્ડથી તસ્કરી કરીને લાવવામાં આવ્યું હોવાનું કહેવાતું પેસ્ટ સ્વરૂપમાં 1.48 કિગ્રા વિદેશી મૂળનું (FO) સોનું DRIના અધિકારીઓ દ્વારા ચાર વ્યક્તિઓ પાસેથી રિકવર કરવામાં આવ્યું હતું. જેઓ સ્થાનિક રોડ ટ્રિપ દરમિયાન તેમના મળાશય/શરીરમાં છુપાવેલી 5 કેપ્સ્યુલમાં સ્મગલ કરેલું FO સોનું પેસ્ટ સ્વરૂપમાં લઈ જતા મળી આવ્યા હતા. ચારેય વ્યક્તિઓ અને તેમના હેન્ડલરની ધરપકડ કરવામાં આવી હતી.

ગુવાહાટીમાં, DRI એ ત્રિપુરા સેક્ટરમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી તસ્કરી કરીને લાવવામાં આવેલી વિદેશી મૂળની 3.84 કિગ્રા સોનાની પાટ (bars) જપ્ત કરી હતી અને એક મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

વધુમાં, રામનાથપુરમ, તમિલનાડુમાં, DRI એ શ્રીલંકાથી દરિયાકાંઠાના માર્ગે તસ્કરી કરીને લાવવામાં આવેલું 1.360 કિગ્રા વિદેશી મૂળનું સોનું અને 9.99 કિગ્રા વિદેશી મૂળની ચાંદી જપ્ત કરી હતી અને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

રામનાથપુરમ, તમિલનાડુ ખાતે જપ્ત કરાયેલું સોનું અને ચાંદી

DRIની ગુપ્ત માહિતી આધારિત અને સમન્વયિત એન્ફોર્સમેન્ટ કાર્યો તસ્કરી શ્રૃંખલાના બહુવિધ તબક્કે આ નેટવર્ક્સને ખોરવવાનું અને દેશમાં કિંમતી ધાતુઓની ગેરકાયદેસર હિલચાલને અટકાવવાનું ચાલુ રાખે છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2305336) મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi