પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના 7.8% જીડીપી વિકાસ દરની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 31 AUG 2026 5:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના 7.8% જીડીપી (GDP) વિકાસ દરને "ભગીરથ કાર્ય" ગણાવ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સિદ્ધિ તેલના ભાવના આંચકા, સપ્લાય ચેઇનની અડચણો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતના લોકોની સામૂહિક શક્તિ અને લવચીકતાને દર્શાવે છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો 7.8% નો ઉદાહરણીય જીડીપી વિકાસ દર એક ભગીરથ કાર્ય છે. આપણા લોકોની સામૂહિક શક્તિએ સુનિશ્ચિત કર્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે તેલના ભાવના આંચકા અને સપ્લાય ચેઇનના મુદ્દાઓ છતાં ભારતે આવો વિકાસ દર હાસલ કર્યો. નિરાશાવાદીઓ નિષ્ફળ ગયા અને ભારત ખીલી ઉઠ્યું... ફરી એકવાર!

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2305106) મુલાકાતી સંખ્યા : 13