યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

પીએમ નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા સંવાદમાં વિકસિત સ્પોર્ટિંગ ભારત માટે વિઝન રેખાંકિત કર્યું


ખેલો ઇન્ડિયા દેશભરમાં રમતગમતની ક્ષમતાને પોષવા માટેનું એક અદ્ભુત મંચ બની ગયું છે; તે યુવા એથ્લેટ્સને તેમના સપનાઓને સાકાર કરવા માટે તકો અને ટેકો પૂરો પાડી રહ્યું છે: પીએમ મોદી

જ્યારે હું રમતગમત વિશે વાત કરું છું, ત્યારે તે માત્ર મેડલ જીતવા પૂરતું સીમિત નથી; વિકસિત ભારતના નિર્માણ માટે ભારતની રમતગમત શક્તિ અને યુવા ઉર્જાને સાંકળવાનું આ એક અભિયાન છે: પીએમ મોદી

અન્ય દેશો એવી રમતોમાં મેડલ જીતી રહ્યા છે જેમાં ભારત ભાગ પણ લેતું નથી; આપણે આ રમતોમાં પણ મહારત હાસલ કરવી પડશે: પીએમ મોદી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતના સ્પોર્ટિંગ ફ્યુચરના નિર્માણમાં પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી

ડૉ. માંડવિયાએ એથ્લેટ્સ સાથે પીએમ મોદીના વ્યક્તિગત જોડાણ અને ચેમ્પિયન્સ માટેના અચળ સપોર્ટની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 27 AUG 2026 5:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ 2026 ની ઉજવણીના ભાગરૂપે ગુરુવાર, 27 ઓગસ્ટ 2026 ના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા ખેલો ઇન્ડિયા સંવાદમાં ભાગ લીધો હતો, જેમાં દેશભરની 5,000 થી વધુ સંસ્થાઓમાંથી જોડાયેલા યુવાનો અને એથ્લેટ્સને સંબોધિત કર્યા હતા.

ખેલો ઇન્ડિયા સંવાદનું આયોજન રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જે દર વર્ષે 29 ઓગસ્ટે ભારતીય હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના યુવાનો સાથે વાત કરતા રાષ્ટ્ર નિર્માણમાં રમતગમતના ઊંડા હેતુ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, "જ્યારે હું રમતગમત વિશે વાત કરું છું, ત્યારે તે માત્ર મેડલ જીતવા પૂરતું સીમિત નથી; વિકસિત ભારતના નિર્માણ માટે ભારતની રમતગમત શક્તિ અને યુવા ઉર્જાને સાંકળવાનું આ એક અભિયાન છે. મેં હંમેશા કહ્યું છે કે, 'જે રમશે તે ખીલશે'."

વૈશ્વિક રમતગમત ક્ષેત્રોમાં ભારતના પદચિહ્નો વિસ્તારવા માટે આહ્વાન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, "અન્ય દેશો એવી રમતોમાં મેડલ જીતી રહ્યા છે જેમાં ભારત ભાગ પણ લેતું નથી; આપણે આ રમતોમાં પણ મહારત હાસલ કરવી પડશે." તેમણે ઉમેર્યું, "આપણી મેડલની સંખ્યા વધારવા માટે, આપણે ચોક્કસપણે આ રમતમાં મહારત મેળવવી પડશે." તે હદ સુધી, પ્રધાનમંત્રીએ 2036 ઓલિમ્પિક્સ માટે ભારતની લાંબા ગાળાની વ્યૂહરચના પણ રેખાંકિત કરી હતી, જેથી મોટી સંખ્યામાં ભારતીય એથ્લેટ્સ માત્ર ક્વોલિફાય થવા માટે જ નહીં, પરંતુ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે પણ સક્ષમ બને.

પ્રધાનમંત્રીયુવાનોને 5 થી 15 વર્ષની વયના બાળકોમાં પ્રતિભા શોધવા માટે મોટા પાયે રાષ્ટ્રીય ટેલેન્ટ હન્ટ શરૂ કરવાની માહિતી આપી હતી. "આ માટે સરકાર તરફથી જે પણ સહાયની જરૂર પડશે, સરકાર તેમાં તમારી સાથે ખભેથી ખભા મિલાવીને ચાલશે," શ્રી મોદીએ કહ્યું.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગાંધીનગરથી પ્રધાનમંત્રીનું વર્ચ્યુઅલ સ્વાગત કર્યું અને કહ્યું, "દેશમાં પહેલીવાર રમતગમતને માત્ર એક પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે જોવામાં આવી છે."

રમતગમત મંત્રીએ એથ્લેટ્સ સાથે પ્રધાનમંત્રીના વ્યક્તિગત જોડાણની પ્રશંસા કરી. તેમણે પીએમને કહ્યું, "એથ્લેટ્સ સાથે તમારું વ્યક્તિગત જોડાણ એ તમારા સ્પોર્ટ્સ વિઝનની સૌથી મોટી તાકાત છે. તમે ચેમ્પિયન્સની જીતની ઉજવણી કરી છે, તમે હંમેશા તેમને પ્રશંસા અને પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ જ્યારે પણ કોઈ એથ્લેટે હારનો સામનો કરવો પડ્યો, ત્યારે તમે ક્યારેય તેમનો સાથ છોડ્યો નથી. આ જ કારણ છે કે ભારતના એથ્લેટ્સ તમને પોતાના માને છે."

ડૉ. માંડવિયાએ MyBharat પ્લેટફોર્મની પહોંચની પ્રશંસા કરતા કહ્યું, "દેશભરમાંથી 2.4 કરોડથી વધુ યુવાનો તેમાં જોડાઈ ચૂક્યા છે, અને તેમની કારકિર્દીની સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે."

નીતિ-નિર્માણમાં સરકારના યુવા-કેન્દ્રીત અભિગમ પર તેમણે કહ્યું, "યુવાનોના વિચારોના આધારે આ વર્ષના બજેટને યુવા-કેન્દ્રીત બજેટ કહેવામાં આવ્યું હતું. આજે દેશના યુવાનો અનુભવે છે કે તેમના વિચારોની હવે ઉપેક્ષા કરવામાં આવતી નથી, પરંતુ તેનો અમલ કરવામાં આવે છે."

ડૉ. માંડવિયાએ પારદર્શિતા અને જવાબદારી દ્વારા સ્પોર્ટ્સ ગવર્નન્સને મજબૂત કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, "નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ દ્વારા પારદર્શિતા, જવાબદારી અને ન્યાયી તકને મજબૂત કરવાનો પ્રયાસ સુનિશ્ચિત કરે છે કે પ્રતિભાને તેનો યોગ્ય હક મળે."

પ્રધાનમંત્રીના સંબોધન પછી, ઓલિમ્પિક પદક વિજેતા ગગન નારંગે IIT ગાંધીનગર ખાતે ઉપસ્થિત યુવાનો સાથે એક એથ્લેટ તરીકેની તેમની પ્રેરણાદાયી સફર શેર કરી. નારંગે કહ્યું, “આજકાલ રમતગમતમાં થયેલા વહીવટી ફેરફારોને કારણે એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે શ્રેષ્ઠ સાધનો મળે છે. આવા ફેરફારોને કારણે જ આપણે અહીં સુધી પહોંચ્યા છીએ.”

તેમના પછી 2024 પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા શીતલ દેવી પણ જોડાયા હતા, જેમણે ઉપસ્થિત લોકો સાથે તેમની પ્રેરણાદાયી સફર શેર કરી હતી. તેમણે કહ્યું, “આજે માનસિકતા બદલાઈ ગઈ છે. જેઓ સવાલ કરતા હતા કે 'તેઓ (પેરા-એથ્લેટ્સ) શું હાંસલ કરી શકે છે,' આજે કહે છે કે, 'હા, તેઓ હાંસલ કરશે, તેઓ જ મેડલ ઘરે લાવશે'.”

IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ઈવેન્ટમાં ઉપસ્થિત યુવાનો સમક્ષ પ્રધાનમંત્રી દ્વારા દર્શાવવામાં આવેલી પાંચ મુખ્ય થીમ્સ - સ્પોર્ટ્સ, ઓલિમ્પિક એસ્પિરેશન્સ, યુવા નેતૃત્વ, વિકસિત ભારત અને નશા મુક્ત યુવા - પર આધારિત એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં રમતગમતની શ્રેષ્ઠતા તરફ ભારતની મુસાફરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2303893) મુલાકાતી સંખ્યા : 33
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Kannada